‘ઉરી’ ફિલ્મે બોક્સ ઓફિસ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને બનાવ્યો નવો વિક્રમ, જાણો ‘ઉરી’ ફિલ્મની 10 દિવસની કમાણી

11 જાન્યુઆરીના દિવસે રિલિઝ થયેલી ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક હાલ ભારતના થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મના દસ દિવસના બોક્સ ઓફિસના કલેકશન પરથી જણાઈ આવે છે કે લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે અને થિયેટરમાં જોવા જઈ રહ્યાં છે. પ્રોડ્યુસર્સને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલવાથી મોટા પ્રમાણમાં નફો થઈ રહ્યો […]

'ઉરી' ફિલ્મે બોક્સ ઓફિસ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને બનાવ્યો નવો વિક્રમ, જાણો 'ઉરી' ફિલ્મની 10 દિવસની કમાણી
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 21, 2019 | 12:08 PM

11 જાન્યુઆરીના દિવસે રિલિઝ થયેલી ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક હાલ ભારતના થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મના દસ દિવસના બોક્સ ઓફિસના કલેકશન પરથી જણાઈ આવે છે કે લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે અને થિયેટરમાં જોવા જઈ રહ્યાં છે.

પ્રોડ્યુસર્સને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલવાથી મોટા પ્રમાણમાં નફો થઈ રહ્યો છે. તાજેતરમાં ઉરી ફિલ્મ રિલીઝ થયાને દસ દિવસ થયા ત્યારે આ ફિલ્મની બોક્સ ઓફિસ પરનો કમાણીનો આંકડો સાંભળીને તમને નવાઈ લાગશે. આ ફિલ્મે દસ દિવસમાં જ 100 કરોડની કમાણી કરી લીધી છે. માત્ર કમાણી નહીં પણ કંગના રાણાવતની ફિલ્મ તનુ વેડસ મનુએ 11 દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી તેનો વિક્રમ પણ તોડી નાંખ્યો છે. આ ફિલ્મ ભારતની સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકની ઘટનાને આધારે બનાવવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ફિલ્મના વિવિધ પાત્રોમાં વિક્કી કૌશલનો અભિનય દર્શકોને પસંદ આવી રહ્યો છે. કંગના રાણાવતની ફિલ્મને 100 કરોડ સુધી પહોંચતા 11 દિવસ લાગેલા અને હાલમાં આવેલી સ્ત્રી ફિલ્મને આ આંકડો પાર કરતાં કરતાં 16 દિવસ સુધીનો સમયગાળો લાગેલો.

આ પણ વાંચો: એક ફિલ્મ સ્ટારની Tweet પર મોદીએ કરી એવી કમેન્ટ કે લોકો પહેલા તો હસ્યા અને પછી આપ્યો જવાબ

ઉરી ફિલ્મની લોકપ્રિયતા અને બોક્સ ઓફિસ પરની કમાણી પરથી લાગી રહ્યું છે કે આગામી અઠવાડિયામાં તે 150 કરોડની કમાણી કરનારી ફિલ્મોમાં પણ સામેલ થઈ જશે. આ ફિલ્મમાં અભિનેત્રી યામી ગૌતમ પણ છે અને હાલ ભારતમાં લગભગ 800થી વધુ સ્ક્રીન પર આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

[yop_poll id=720]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">