મુવી રીવ્યુ : ગોળકેરી, પારિવારીક તથા લગ્નજીવનની ખાટી મીઠી લડાઈ

મુવી રીવ્યુ : ગોળકેરી, પારિવારીક તથા લગ્નજીવનની ખાટી મીઠી લડાઈ

ગુજરાતી ફિલ્મ જગત પહેલીથી પારિવારીક સંબંધોન મહત્વ આપનારું બન્યુ છે. ત્યારે આજકાલ આવી મુવી જોવી આજની જનરેશનને પણ ખૂબ ગમે છે. ત્યારે ફરી એકવાર પ્રસ્તૃત છે તેવી જ ખાટી મીઠી લડાઈ સાથેની મુવી એટેલે ગોળકેરી.

કેવી છે ફિલ્મની સ્ટોરી ?

આ મુવીમાં તમને મુખ્ય ભૂમિકામાં મલ્હાર ઠાકર અને માનસી ગોહીલ જોવા મળશે. જે ગોળકેરી ખાટો મીઠો તમામ ટેસ્ટ જાળવી રાખે છે. પ્રેમ, બ્રેકઅપ અને પેચઅપની કહાની છે. કોઈ પરફેક્ટ નથી પણ અધુરા લોકોની પુરા થવાની સફર આ ફિલ્મમાં છે તમને જુના મૂલ્યોની સાથે સાથે આજના યુવાનોની વ્યથા રજૂ કરે છે.

આ મુવી મરાઠી ફિલ્મમાંથી જ બનેલી એક રીમેક છે. આ ફિલ્મ તમને ખાટા મીઠા સ્વાદનો ટેસ્ટ પરફેક્ટ કરાવશે. સમોસુ ઉર્ફે સાહિલ મોહન સુતરિયા(મલ્હાર ઠાકર ), મોસુ ઉર્ફે મોહન સુતરિયા (સચીન ખેડેકર), જોસુ ઉર્ફે જ્યોત્સના બેન સુતરીયા (વંદના પાઠક) અને હર્ષિતા (માનસી પારેખ ગોહીલ)ના ખાટા મીઠા પ્રસંગો તમને જોવા મળશે.મુવી રીવ્યુ : ગોળકેરી, પારિવારીક તથા લગ્નજીવનની ખાટી મીઠી લડાઈ એટલે "ગોળકેરી"

આ ફિલ્મ પારિવારિક ફિલ્મ છે, જે તમને ખૂબ હસાવશે અને કોઈક સીન આંખમાં આંસુ પણ લાવી દેશે. વિરલ શાહ અને અમાત્યા ગોરડિયાએ આ ફિલ્મની પટકથા લખી છે. ઓવર ઓલ એક પારિવારિક ફિલ્મ છે જે તમને હસાવશે. રડાવશે પણ ખરી.

કેવા છે ફિલ્મના પાત્ર ?

ગોળકેરીમાં જેટલા પણ પાત્રો છે , તે તમામનો અભિનય શાનદાર છે. મલ્હારએ અમદાવાદી બોયસના પાત્રમાં મેદાન મારી જાય છે તો માનસીનું કેરેક્ટર અફલાતુન છે. વળી સચીન ખેડેકરનો અભિનય એટલો અસરકારક છે કે તેના અમુક સંવાદ તમને મજા પાડી દેશે. વંદના પાઠકનો અભિનય પણ સરળ અને બધાને ગમી જાય તેવો છે.

મુવી રીવ્યુ : ગોળકેરી, પારિવારીક તથા લગ્નજીવનની ખાટી મીઠી લડાઈ એટલે "ગોળકેરી"

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati