મની લોન્ડરિંગ કેસઃ જેકલીન ફર્નાન્ડીઝની મુસીબતમાં થયો વધારો, મુંબઈ એરપોર્ટ પર ભારત બહાર જતા અટકાવાયા

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીને ભારતની બહાર જવા પર રોક લગાવી દેવામાં આવી છે.

મની લોન્ડરિંગ કેસઃ જેકલીન ફર્નાન્ડીઝની મુસીબતમાં થયો વધારો, મુંબઈ એરપોર્ટ પર ભારત બહાર જતા અટકાવાયા
Money laundering case

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીને ભારતની બહાર જવા પર રોક લગાવી દેવામાં આવી છે. જેકલીન મુંબઈ એરપોર્ટ પરથી ફ્લાઈટ પકડવાની હતી પરંતુ તેને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવી છે.

આ અભિનેત્રીની 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા, અભિનેત્રીને ED દ્વારા તેની ઓફિસમાં બોલાવવામાં આવી હતી અને સાક્ષી તરીકે તેની પૂછપરછ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગનો આ મામલો સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છે. સુકેશ સાથે જેકલીનની એક અંગત તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ મની લોન્ડરિંગ કેસની તપાસ લાંબા સમયથી ચાલી રહી છે. આ કેસનો દોર સુકેશ ચંદ્રશેખરથી શરૂ થઈને બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી સુધી પહોંચ્યો હતો. થોડા દિવસો પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 200 કરોડના મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં 7000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

આ ચાર્જશીટમાં એવા અનેક ખુલાસા થયા છે, જેનાથી દરેકના હોશ ઉડી ગયા છે. આ ચાર્જશીટ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની લીના મારિયા પોલ અને અન્ય છ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુકેશે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને ઘણી મોંઘી ભેટ આપી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે લુક આઉટ સર્ક્યુલરના કારણે અભિનેત્રીને રોકી દેવામાં આવી હતી. જેકલીન મુંબઈથી દુબઈ જઈ રહી હતી ત્યારે તેને એરપોર્ટ પર રોકવામાં આવી હતી.

ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં ઇડીએ જેકલીન વિરુદ્ધ એલઓસી ખોલ્યું હતું. 200 કરોડની ખંડણીના કેસમાં સુકેશ ચંદ્રશેકરની બે વખત પૂછપરછ કરવામાં આવી છે. સુકેશે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી હતી. જેમાં BMW કાર, અરેબિયન ઘોડો, 4 બિલાડીઓ, ફોન અને જ્વેલરી સહિતની મોટી રકમ પણ જેકલીનના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

EDએ સુકેશના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં 7000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેકલીન અને સુકેશ પણ થોડા સમયથી રિલેશનશિપમાં હતા. ખાસ વાત એ છે કે જેકલીનને ED દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આ મામલો ચાલે છે ત્યાં સુધી તે વિદેશ જઈ શકે નહીં. આ કારણથી તેને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યી હતી.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati