પોતાની દુલ્હનિયા શોધવા નીકળેલા મિકા સિંહે કહ્યું kk અને સિદ્ધૂ મૂસેવાલા મારા સ્વજનસમાન, આ રીતે આપીશ વિશેષ શ્રદ્ધાંજલિ

બોલિવૂડના પ્રખ્યાત ગાયક સિંગર મિકા સિંહ(Mika sinh) ટૂંક સમયમાં 'મિકા દી વોટી' નામના રિયાલિટી શોમાં જોવા મળશે. તેણે આ શઓના મચ પરથી પોતાનો  જન્મદિવસ ન ઉજવવા અંગેની જાહેરાત કરી હતી.  

પોતાની દુલ્હનિયા શોધવા નીકળેલા મિકા સિંહે કહ્યું kk અને સિદ્ધૂ મૂસેવાલા મારા સ્વજનસમાન, આ રીતે આપીશ વિશેષ શ્રદ્ધાંજલિ
KK, Sidhu Musewala and Mika Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 7:45 AM

મિકા સિંહના (Mika sinh) મિકા દી વોટી નામનો રિયાલિટી શો (Reality show)કરીરહ્યો છે આ શોનો પ્રોમો હાલમાં જ રિલીઝ થયો હતો.  આ શો  દ્વારા મિકા સિંહ પોતાના માટે પત્નીની શોધ આરંભશે. શોના પ્રોમોમાં 4 યુવતીઓ જોવા મળી હતી. એક યુવતીએ તો મિકા સિંહને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ પણ કર્યું હતું. યુવતીએ આ રીતે પ્રપોઝ કરતા મિકા સિંહ શરમાઈ ગયો હતો. હાલમાં જ મિકાના આ શોનું શૂટિંગ શરૂ થયું છે. આ શોનું શૂટિંગ જોધપુરમાં ચાલી રહ્યું છે, ત્યારે મિકા સિંહે પોતાના જન્મદિવસ અંગે મહત્વની વાત કહી હતી. મિકા સિંહે જણાવ્યું હતું કે તે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા અને બોલિવૂડના ફેમસ સિંગર કેકેને વિશેષ શ્રદ્ધાંજલિ આપશે અને એટલે જ તે પોતાનો જન્મદિવસ ઉજવશે નહીં.

મિકા આ ​​વખતે પોતાનો જન્મદિવસ ઉજવશે નહીં

સ્વયંવર ‘મીકા દી વોટી’ના મંચ પરથી બોલતા ગાયક મિકા સિંહે કહ્યું, હતું કે આ વખતે અમે કોઈ જન્મદિવસ ઉજવીશું નહીં. અમે અહીંથી કેકેને શ્રદ્ધાંજલિ આપીશું અને મારા નાના ભાઈ સમાન સિદ્ધૂ મૂસેવાલાની હત્યા થઈ છે આથી અમારા ગાયક પરિવાર જગતમાંથી જ બે જણાના અપમૃત્યુ થયા છે ક ત્યારે મારે જન્મદિવસની ઉજવણી ન કરવી જોઈએ. સ્વાભાવિક છે કે પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો આપણે ઉજવણી કરતા નથી.

મિકા સિંહ અને સિદ્ધૂ મૂસેવાલાનો હતો ખાસ સંબંધ

મિકા સિંહનો સિદ્ધુ મુસેવાલા સાથે ખૂબ જ ગાઢ અને જૂનો સંબંધ હતો. તમે મિકાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેની સાથેની તસવીરો પણ જોઈ શકો છો. હાલમાં જ મૂસેવાલા સાથેની એક તસવીર શેર કરતા મિકા સિંહે લખ્યું હતું કે, ‘હું હંમેશા ગર્વથી કહું છું કે હું પંજાબી છું પરંતુ આજે મને શરમ આવે છે. એક યુવાન, પ્રતિભાશાળી છોકરો જે માત્ર 28 વર્ષનો હતો, તે ખૂબ જ પ્રખ્યાત હતો અને તેની સામે તેનું આખુ જીવન હતું, પંરતુ પંજાબમાં જ પંજાબીઓએ તેને મારી નાખ્યો. ભગવાન સિદ્ધૂના આત્માને શાંતિ આપે

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

સિદ્ધુ મુસેવાલાની અજાણ્યા લોકોએ હત્યા કરી હતી

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સિદ્ધુ મુસેવાલાની પંજાબના માનસામાં રસ્તા પર કેટલાક અજાણ્યા લોકો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલા તેના કેટલાક મિત્રો સાથે તેની કાળા રંગની જીપમાં તેના ગામ માનસા જઈ રહ્યા હતા તે જ સમયે કારમાંથી નીચે ઉતરેલા કેટલાક લોકોએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં સિદ્ધુ મુસેવાલાએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી હતી તેમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ તેની હત્યા કર્યાની કબૂલાત કરી છે. લોરેન્સ બિશ્નોઈ હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">