Masaba Guptaને 83 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ન જોવાનો અફસોસ, ફિલ્મે પ્રથમ દિવસે જ કરોડોની કમાણી કરી

એક તરફ તેના પિતા વિવિયન રિચર્ડ્સ (Vivian Richards) આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમ્યા હતા તો બીજી તરફ તેની માતા ભારતની છે, તેથી તે પણ ભારતીય ટીમને લઈને ખૂબ જ ઉત્સુક હતા.

Masaba Guptaને 83 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ન જોવાનો અફસોસ, ફિલ્મે પ્રથમ દિવસે જ કરોડોની કમાણી કરી
Masaba Gupta and Neena Gupta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 4:04 PM

Masaba Gupta : લાંબા સમય બાદ બોલિવૂડ (Bollywood)માં ક્રિકેટ પર એક મોટી ફિલ્મ બની છે. આ ફિલ્મ 1983માં ભારતે પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket World Cup)જીતવાની વાર્તા છે. લાંબી કાસ્ટ અને પુષ્કળ મનોરંજન સાથે, આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને જોવાનો ચાહકોમાં ઘણો ક્રેઝ છે. બોલિવૂડ અભિનેત્રી (Bollywood actress) નીના ગુપ્તા (Nina Gupta)ની પુત્રી મસાબા ગુપ્તા (Masaba Gupta) માટે આ મેચ અને 1983નો વર્લ્ડ કપ ઘણી રીતે ખાસ છે.

જ્યાં એક તરફ તેના પિતા વિવિયન રિચર્ડ્સ (Vivian Richards) આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ (West Indies) તરફથી રમ્યા હતા, તો બીજી તરફ તેની માતા ભારતની છે, તે પણ ભારતીય ટીમને લઈને ખૂબ જ ઉત્સુક હતા. હવે ફિલ્મની રિલીઝ પર મસાબા (Masaba Gupta)એ 1983ના વર્લ્ડ કપ વિશે પોતાની લાગણી વ્યક્ત કરી છે.

મસાબાને આ વાતનો અફસોસ છે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અભિનેત્રીને હંમેશા એ વાતનો અફસોસ છે કે વર્ષ 1983માં જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપ થયો ત્યારે તે તેને જોઈ શકી ન હતી. વાસ્તવમાં તે સમયે મસાબાનો જન્મ પણ થયો ન હતો. અભિનેત્રીનો જન્મ વર્ષ 1989માં થયો હતો. આવી સ્થિતિમાં, તેને અફસોસ છે કે તે આ ખાસ મેચ ક્યારેય લાઈવ જોઈ શકી નથી. પરંતુ હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ત્યારે તે મસાબા માટે ઘણી રીતે ખાસ છે. તેઓ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.

મસાબાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વર્લ્ડ કપ ફાઈનલની ક્લિપ શેર કરી છે. આ સાથે તેણે આ મેચ વિશે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. ક્લિપ શેર કરતા મસાબાએ કહ્યું કે- મને મારા જીવનમાં સૌથી વધુ અફસોસ એ વાતનો છે કે મેં મારા પિતાને ક્યારેય મેદાન પર લાઈવ રમતા જોયા નથી. મારો જન્મ 6 વર્ષ મોડો થયો હતો. હું આ આઇકોનિક મેચની સાક્ષી બની શકી નથી જેમાં. એક બાજુથી મારો દેશ રમી રહ્યો હતો અને બીજી બાજુ મારા પિતા રમતા હતા.

કપિલ દેવની માતાના રોલમાં નીના ગુપ્તા

ફિલ્મ 83 વિશે વાત કરતાં મસાબાએ કહ્યું કે – 83 ફિલ્મનું ટ્રેલર જોઈને મારા રુવાડા ઉભા થઈ ગયા હતા. મારી માતા પણ આ ફિલ્મનો એક ભાગ છે. આ ફિલ્મ માટે મારા તરફથી સૌને શુભકામનાઓ. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવનો રોલ કર્યો છે. તે જ સમયે, દીપિકા પાદુકોણ તેની પત્નીના રોલમાં જોવા મળી છે. નીના ગુપ્તા આ ફિલ્મમાં કપિલ દેવની માતા રાજકુમારીના રોલમાં છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થઈ છે.

આ પણ વાંચો : IND vs SA, 1st Test Match Live Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકશો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">