વિવાદોથી છલોછલ રહ્યું છે મંદાકિનીનું જીવન, જાણો દાઉદ સાથે પ્રેમ સંબંધથી લઈને રાતો રાત લગ્ન વિશેની વાતો

તેની હોટ સ્ટાઇલ માટે જાણીતી મંદાકિનીનું નામ પણ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ સાથે સંકળાયેલું હતું. પરંતુ હવે લાંબા સમય બાદ અભિનેત્રીએ ફિલ્મોમાં પાછા ફરવાની જાહેરાત કરી છે.

વિવાદોથી છલોછલ રહ્યું છે મંદાકિનીનું જીવન, જાણો દાઉદ સાથે પ્રેમ સંબંધથી લઈને રાતો રાત લગ્ન વિશેની વાતો
Mandakini's love affair with Dawood was talk of the town
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 2:19 PM

તાજેતરમાં ફિલ્મોના કમબેકના અહેવાલથી મંદાકિની ફરી ચર્ચામાં આવી છે. 1985 માં મંદાકિનીએ રાજ કપૂરની ફિલ્મ સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તમને જણાવી દઈએ કે મંદાકિનીનું અસલી નામ યાસ્મિન જોસેફ હતું, મેરઠની રહેવાસી યાસ્મિન જોસેફે તેનું નામ મંદાકિની ફિલ્મોમાં આવવા માટે રાખ્યું હતું.

ફિલ્મમાં ફરી કમબેક કરવાના સમાચારથી ચર્ચામાં આવેલી આ અભિનેત્રી પહેલા પણ ખુબ વિવાદમાં રહેલી છે. તેની હોટ સ્ટાઇલ માટે જાણીતી મંદાકિનીનું નામ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ સંકળાયેલું હતું. પરંતુ હવે આ અભિનેત્રી ખાસા દિવસોથી ફિલ્મોની ધમાલથી દૂર હતી.

પહેલી ફિલ્મમાં જ બની ગઈ ચર્ચાનો વિષય

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મંદાકિનીએ 22 વર્ષની ઉંમરે રાજ કપૂરની ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મનું નામ હતું રામ તેરી ગંગા મેલી. મંદાકિની તેની પહેલી ફિલ્મથી રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી. મંદાકિનીએ ફિલ્મમાં બોલ્ડ સીન્સ આપવાનું ટાળ્યું ન હતું. જેથી તે ખુબ ચર્ચા અને વિવાદમાં આવી. તેની પહેલી જ ફિલ્મથી અભિનેત્રી બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ થઈ હતી.

દાઉદ સાથે સંબંધ

જ્યારે મંદાકિની પોતાની કારકીર્દિની સેટ કરી રહી હતી, ત્યારે જ તેનું નામ દાઉદ ઇબ્રાહિમ સાથે જોડવામાં આવ્યું. એ સમયે એવા ઘણા સમાચાર આવ્યા હતા કે મંદાકિની દાઉદ સાથે સંબંધમાં છે. એવું પણ કહેવામાં આવતું હતું કે તેણે દાઉદ સાથે દુબઈમાં રહેવાનું શરૂ કર્યું છે. આ સમાચારને વધુ હવા ત્યારે મળી જ્યારે 1994 માં એક ફોટો સામે આવ્યો જેમાં મંદાકિની દાઉદ સાથે જોવા મળી.

આ પછી તે અચાનક બોલિવૂડમાં દાઉદની ગર્લફ્રેન્ડ તરીકે ફેમશ થઇ ગઈ. જોકે એક મુલાકાતમાં મંદાકિનીએ કહ્યું હતું કે મને ખબર નથી કે મારું નામ ક્યાં સુધી દાઉદ સાથે સંકળાયેલ રહેશે. મેં ઘણી વાર કહ્યું છે કે હું દાઉદ સાથે ક્યારેય પ્રેમસંબંધમાં નથી રહી.

ફિલ્મોમાં ના ચાલ્યો જાદુ

તેની ટૂંકી ફિલ્મ કારકીર્દિમાં અભિનેત્રીએ લગભગ 42 ફિલ્મો કરી. પણ અચાનક મંદાકિનીને ફિલ્મો મળવાનું બંધ થઇ ગયું. મંદાકિનીને કોઈ મજબૂત ભૂમિકા મળી ન હતી. જોકે દાઉદના કારણે મંદાકિનીને ઘણી ફિલ્મોમાં કામ મળ્યું હતું, પરંતુ તે કમાલ કરી શકી નહીં.

જ્યારે સફળતા મળી નહીં, ત્યારે અભિનેત્રીએ ગીત ગાવાનું શરૂ કર્યું. અભિનેત્રીએ નો વેકેન્સી અને શંબાલા નામના આલ્બમ્સ બહાર પાડ્યા, જોકે બંને ખરાબ રીતે પીટાઈ ગયા.

અચાનક કરી દીધા લગ્ન

વિવાદોમાં ફસાઇ ગયા પછી, મંદાકિનીએ ખૂબ જ સરળ રીતે લગ્ન કર્યાં. 1990 માં સુંદર અભિનેત્રીએ ડોક્ટર કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે લગ્ન કર્યા. અભિનેત્રીના પતિ 70 થી 80 ના દાયકામાં મર્ફી રેડિયોની પ્રિન્ટ જાહેરાતોમાં દેખાતા હતા. બંનેને બે બાળકો પણ થયા. હવે એક્ટ્રેસ અને તેના પતિ મુંબઇમાં તિબેટીયન હર્બલ સેન્ટર ચલાવે છે.

આ પણ વાંચો: ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિની ફિલ્મ જગતમાં ચમકવા ફરી તૈયાર, જુઓ અત્યારે કેવી દેખાય છે અભિનેત્રી 

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને અડધી રાત્રે ટ્વીટમાં લખ્યું કંઈક એવું, કે લોકોએ કરી દીધા ટ્રોલ: જુઓ ટ્વીટ અને જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">