પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની દીકરી અંગે માતા મધુ ચોપરાએ કર્યો આ ખુલાસો

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એ વિશ્વના સૌથી લોકપ્રિય સ્ટાર કપલમાંના એક ગણાય છે. પ્રિયંકા અને નિક હંમેશા સમાચારોમાં જોવા મળી રહે છે. તાજેત્રમાં પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ તેમની દીકરી વિષે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની દીકરી અંગે માતા મધુ ચોપરાએ કર્યો આ ખુલાસો
Priyanka Chopra Family Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 5:19 PM

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસ (Nick Jonas) એ અત્યારે વિશ્વના સૌથી લોકપ્રિય સ્ટાર કપલમાંના એક ગણવામાં આવે છે. પ્રિયંકા અને નિક તેમની યુનિક ફેશન સેન્સ, તેમની સોશિયલ મીડિયા પોસ્ટસ અને તેમના પબ્લિક અપિરિયન્સથી હંમેશા ચર્ચાઓમાં બની રહે છે. પ્રિયંકા અને નિક જોનાસ તેની માતા મધુ ચોપરા (Madhu Chopra) સાથે લગ્ન પછી પણ ઘણી ક્યૂટ મોમેન્ટસ શેર કરતા રહે છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ તેમની દીકરી વિષે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. માતા મધુ ચોપરાએ કહ્યું છે કે, તેણી હજુ સુધી તેની પૌત્રીને મળી નથી. જો કે, તેઓ ફેસટાઇમ દ્વારા તેની સાથે વાતચીત કરી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

અમે તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે આ વર્ષની શરૂઆતમાં સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. તેઓ એક સુંદર બાળકીના માતાપિતા બન્યા છે. તેમની બાળકીના જન્મ બાદ આ સ્ટાર કપલ તેની સંભાળ રાખવા અત્યારે અમેરિકાના લોસ એન્જલસમાં રહી રહ્યા છે. પ્રિયંકાની માતા મધુ ચોપરાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, તેમના બાળકની સ્વાસ્થ્યની ચિંતા અને કોવિડ-19ની પરિસ્થિતિને જોતાં, તે તેના પહેલી પૌત્રીને મળી શકી નથી, પરંતુ ટૂંક સમયમાં મધુ ચોપરા તેને મળવાની આશા રાખે છે.

View this post on Instagram

A post shared by Nick Jonas (@nickjonas)

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિકે આ વર્ષે જાન્યુઆરીમાં તેમના બાળકના જન્મની જાહેરાત કરી હતી. તેઓએ તેમના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, તેમના બાળકનો જન્મ સરોગેટ દ્વારા થયો હતો પરંતુ તેણે બાળકનું લિંગ જાહેર કર્યું ન હતું. થોડા દિવસો પછી, પ્રિયંકાની પિતરાઈ બહેન અભિનેત્રી મીરા ચોપરાએ પુષ્ટિ કરી હતી કે તેમનું બાળક એક છોકરી છે.

તાજેતરમા એક લાઇવ ઇન્સ્ટાગ્રામ સેશન દરમિયાન, મધુ ચોપરાને તેમની પૌત્રી વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેણીએ કહ્યું કે, “મેં તેને જોઇ નથી. હું અહીંયા છું અને તેણી LA માં છે. અમે ક્યારેક ક્યારેક ફેસટાઇમ કરીએ છીએ. મને લાગે છે કે તે ખુશ અને આનંદી છે. અત્યારે હું આટલું જ કહી શકું છું. પણ કદાચ જ્યારે હું વર્ષના મધ્યમાં જઈને તેને મળીશ, ત્યારે હું આનો વધુ સારો જવાબ આપી શકીશ.” તેણીએ ઉમેર્યું હતું કે તે હવે ભારતના પ્રવાસે નાના બાળકની રાહ જોઈ રહી છે. “હું હંમેશા આશા રાખું છું.  આ તેણીનો દેશ છે, તેણી ગમે ત્યારે આવી શકે છે,” તેણીએ આગળ ઉમેર્યું હતું.

આ મુલાકાતમાં આગળ, મધુએ ઉમેર્યું હતું કે, તેણી લાંબા સમયથી દાદી બનવાની રાહ જોઈ રહી હતી. “તે ખૂબ જ આનંદકારક છે! હું તમને કહી શકતી નથી કે મારું હૃદય કેવી રીતે ચાલે છે… મને લાગે છે કે તે કંઈક છે જેની હું ઘણા સમયથી રાહ જોઈ રહી હતી. તે હવે ખરેખરમાં બન્યું છે અને હું મારી ખુશી છુપાવી શકતી નથી. હું અત્યારે માત્ર મારી પૌત્રી વિષે જ વિચારી રહી છું.”

જો રિસેંટ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા છેલ્લી વખત ‘ધ મેટ્રિક્સ રિસર્ક્શન્સ’માં જોવા મળી હતી. તેના આગામી પ્રોજેક્ટ્સમાં સિટાડેલ, જી લે ઝરા અને એન્ડિંગ થિંગ્સનો સમાવેશ થાય છે. અમે તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ હજુ સુધી નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાત લેવાની કોઈ યોજના શેયર કરી નથી.

આ પણ વાંચો – પ્રિયંકા ચોપરાએ ઇટલીના રોમ ખાતે બ્લેક ડ્રેસમાં કરાવ્યું આકર્ષક ફોટોશૂટ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">