વિજય દેવરકોંડાની બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી, ‘લાઈગર’ના ટીઝરને 24 કલાકમાં મળ્યા રેકોર્ડ બ્રેક વ્યૂઝ

વિજય દેવરકોંડાની બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી, 'લાઈગર'ના ટીઝરને 24 કલાકમાં મળ્યા રેકોર્ડ બ્રેક વ્યૂઝ
Liger Teaser get record break views

બોલિવૂડમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.લાઈગર ફિલ્મના ટીઝરે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 16 મિલિયન વ્યૂઝ મેળવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 01, 2022 | 12:48 PM

Liger Teaser :વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડેની(Ananya Panday) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લાઇગર’ (LIGER) છેલ્લા ઘણા મહિનાઓથી સતત ચર્ચામાં છે.  હવે કરણ જોહરના ધર્મા પ્રોડક્શને ફિલ્મ ‘LIGER’નુ ટીઝર શેર કર્યુ છે.

સાઉથ સુપરસ્ટારની બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી

તમને જણાવી દઈએ કે, વિજય દેવરકોંડાની ફિલ્મ ‘લાઇગર’નું (Liger) ટીઝર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ તે ટ્રેન્ડિંગમાં નંબર 1 પર આવી ગયુ છે. વિજય દેવરકોંડાની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ (Arjun Reddy) સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મની હિન્દી રિમેક શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. વિજય દેવરકોંડા ‘અર્જુન રેડ્ડી’થી લોકો વચ્ચે ફેમસ થયો હતો અને હવે તેની બોલિવુડમાં લાઈગર ફિલ્મથી તેણે ધમાકેદાર એન્ટ્રીકરી છે.

જુઓ ટીઝર

માત્ર 24 કલાકમાં રોકોર્ડ બ્રેક વ્યુઝ મળ્યા

આ ફિલ્મમાં વિજય દેવરકોંડાની સાથે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના ટીઝરને માત્ર 24 કલાકમાં જ 16 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. અને તેને 400K લાઈક્સ મળી છે. ત્યારે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી બ્લોક બસ્ટર ફિલ્મ બનવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે,વિજય દેવરકોંડાની પ્રથમ બોલિવૂડ ફિલ્મ લાઇગર છે, જેનું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને પુરી કનેક્ટ્સના બેનર હેઠળ થઈ રહ્યું છે. આ ફિલ્મનું તમામ સંગીત તનિષ્ક બાગચી અને મણિ શર્માએ આપ્યું છે. આ ફિલ્મનું ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મના ટીઝરમાં વિજય એક ફાઈટરના રોલમાં જોવા મળે છે, જે અલગ-અલગ પ્રકારના સ્ટંટ કરતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ બે ભાષામાં હિન્દી અને તેલુગુમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : ચાહકો માટે ખુશખબર, આ ફિલ્મની સિક્વલમાં ફરી એકવાર સલમાન ખાન સાથે જોવા મળશે ડેઝી શાહ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati