વિજય દેવરકોંડાની ધમાકેદાર એન્ટ્રી, ‘લાઇગર’ના ટીઝરને રિલીઝ થયાના 9 કલાકની અંદર 12 મિલિયન વ્યૂઝ

વિજય દેવરકોંડાની ધમાકેદાર એન્ટ્રી, 'લાઇગર'ના ટીઝરને રિલીઝ થયાના 9 કલાકની અંદર 12 મિલિયન વ્યૂઝ
Liger teaser reaches 12 million views within 9 hours of release

આ ફિલ્મનું ટીઝર જોઈને લાગે છે કે ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મના ટીઝરમાં વિજય એક ફાઈટરના રોલમાં જોવા મળશે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 31, 2021 | 8:47 PM

વિજય દેવરકોંડાની (Vijay Deverkonda) બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાઇગર’નું (Liger) ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ તે ટ્રેન્ડિંગમાં નંબર 1 પર આવી ગયુ છે. આ ફિલ્મની પહેલી ઝલક માટે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વિજય દેવરકોંડાની ફિલ્મોના લોકો ખૂબ જ દિવાના છે. તેની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ (Arjun Reddy) સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મની હિન્દી રિમેક શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાનો નવો રેકોર્ડ સર્જ્યો. વિજય દેવરકોંડા ‘અર્જુન રેડ્ડી’થી લોકો વચ્ચે ફેમસ થયો. આજે તે બોલિવૂડનો પણ ફેવરિટ બની ગયો છે.

તેમની પ્રથમ બોલિવૂડ ફિલ્મ લાઇગર છે, જેનું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને પુરી કનેક્ટ્સના બેનર હેઠળ થઈ રહ્યું છે. આ ફિલ્મનું તમામ સંગીત તનિષ્ક બાગચી અને મણિ શર્માએ આપ્યું છે. આ ફિલ્મનું ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મના ટીઝરમાં વિજય એક ફાઈટરના રોલમાં જોવા મળે છે, જે અલગ-અલગ પ્રકારના સ્ટંટ કરતા જોવા મળે છે. આ ફિલ્મ બે ભાષામાં પ્રથમ હિન્દી અને બીજી તેલુગુમાં રિલીઝ થશે.

આ ફિલ્મમાં વિજય દેવરકોંડાની સાથે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના ટીઝરને માત્ર 9 કલાકમાં જ 12 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. અને તેને 334K લાઈક્સ મળી છે. આ ફિલ્મના ટીઝરને નાપસંદ કરનાર વ્યક્તિ એક પણ નથી. હવે આના પરથી જ તમે અંદાજ લગાવી શકો છો કે આ ફિલ્મ આ વર્ષની મોટી એક્શન ફિલ્મ બનશે કે નહીં. અથવા તે મોટી બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે કે નહીં.

આ એક મોટા બજેટની ફિલ્મ છે અને નિર્માતાઓ સહિત સામાન્ય લોકોને આ ફિલ્મ પાસેથી ઘણી આશા છે કે તે બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરશે અને સફળતાનો ઝંડો લગાવશે. વિજય દેવરકોંડા આ ફિલ્મમાં પોતાના પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તેણે વિશ્વ પ્રસિદ્ધ બોક્સર માઈક ટાયસન સાથે બોક્સિંગ પણ કર્યું છે. તેણે તેના માટેના તેના ઉત્સાહ વિશે પણ જણાવ્યું. જો કે બોલિવૂડમાં બોક્સિંગ પર આધારિત ઘણી ફિલ્મો બની છે, પરંતુ આ ફિલ્મ તે તમામ બોક્સિંગ ફિલ્મોથી અલગ છે.

આ પણ વાંચો –

Year Ender 2021 : ‘પુષ્પા’ થી ‘માસ્ટર’ સુધીની ફિલ્મે બોક્સ ઓફિસ પર કરી ધમાકેદાર કમાણી, જુઓ કંઈ-કંઈ ફિલ્મ છે સામેલ

આ પણ વાંચો –

શું ખરેખર લાઇગર છે ઇન્ડસ્ટ્રીની આગામી મોટી એક્શન ફિલ્મ ? વિજય સાથે ચમકશે માઇક ટાયસન

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati