જાણો કેવી રીતે ગર્ભાવસ્થા દરમિયાન સેટ પર બેભાન થઈ ગઈ હતી Kareena Kapoor Khan, તેમના નવા પુસ્તકમાં કર્યો ઉલ્લેખ

કરીના કપૂર ખાને ફેબ્રુઆરીમાં તેમના બીજા પુત્ર જેહને જન્મ આપ્યો હતો, જ્યાં થોડા દિવસો પહેલા અભિનેત્રીએ તેમનું નવું પુસ્તક લોન્ચ કર્યું હતું. આ પુસ્તકનું નામ પ્રેગ્નેન્સી બાઇબલ છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તે સેટ પર બેહોશ થઈ ગઈ હતી.

જાણો કેવી રીતે ગર્ભાવસ્થા દરમિયાન સેટ પર બેભાન થઈ ગઈ હતી Kareena Kapoor Khan, તેમના નવા પુસ્તકમાં કર્યો ઉલ્લેખ
Kareena Kapoor Khan
TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Jul 16, 2021 | 7:58 PM

બોલિવૂડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાને (Kareena Kapoor Khan) હાલમાં જ પોતાનું નવું પુસ્તક લોન્ચ કર્યું છે. અભિનેત્રીના આ પુસ્તકનું નામ પ્રેગ્નેન્સી બાઈબલ (Pregnancy Bible) છે. આ પુસ્તકમાં કરીના કપૂર ખાને તેમના પ્રેગ્નેન્સી અનુભવો પોતાના ચાહકો સાથે શેર કર્યા છે. અભિનેત્રીએ ફેબ્રુઆરી મહિનામાં તેમના બીજા પુત્ર જેહ (Jeh)ને જન્મ આપ્યો છે.

આ પુસ્તકમાં અભિનેત્રીએ તેમના ગર્ભાવસ્થાના કેટલાક અનુભવો શેર કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તે એકવાર સેટ પર બેહોશ પણ થઈ ગઈ હતી. ગર્ભાવસ્થા દરમિયાન પણ અભિનેત્રી સતત તેમની ફિલ્મ્સનું શૂટિંગ કરતી હતી, જ્યાં તેમની સાથે આ ઘટના બની હતી.

એક સમાચાર અનુસાર અભિનેત્રીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે લોકોને લાગે છે કે અભિનેત્રીનું જીવન ખુબ જ ગ્લેમરથી ભરેલું હોય છે. પરંતુ અભિનેત્રી માને છે કે આવી કોઈ વસ્તુ નથી. પુસ્તકની અંદર અભિનેત્રીએ લખ્યું છે કે તે ખોટું નથી કે તેમણે પોતાની પ્રેગ્નેન્સીને ગ્લેમરથી ભરપૂર દેખાડવાની કોશિશ નહોતી કરી, તે તેમણે કર્યું હતું પણ તેનો કોઈ ફાયદો તેમને મળ્યો નહીં.

અભિનેત્રીએ જણાવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેમનું વજન પણ ઘણું વધી ગયું હતું. જ્યાં તેમને પ્રેગ્નેન્સી સ્પોટ પણ ખુબ આવ્યા હતા. તે દરરોજ સાંજે પાંચ વાગ્યે સુઈ જતી. પરંતુ એક દિવસ ફોટોશૂટ દરમિયાન તે અચાનક સેટ પર બેહોશ થઈ ગઈ.

અભિનેત્રીએ કહ્યું છે કે તેમણે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે તે આ બધું ક્યારેય કોઈની સાથે શેર કરશે નહીં. જેના કારણે તેમણે આ નવી પુસ્તકમાં તેમની ગર્ભાવસ્થા દરમિયાન જે બન્યું તે તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તે જ સમયે અભિનેત્રીએ કહ્યું છે કે તેમણે જેહના જન્મના કેટલાક મહિનાઓ પહેલા સખત મહેનત કરી હતી.

તાજેતરમાં જ કરીના અને સૈફના બીજા દીકરાનું નામ સામે આવ્યું છે. કરીનાએ જેહની કોઈ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી નથી. પરંતુ આ પુસ્તકમાં તેમણે એક તસવીર શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

કરીના કપૂર ખાન સામે ફરિયાદ નોંધાઈ

અભિનેત્રીનું પુસ્તક બહાર પડ્યા બાદ તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. અભિનેત્રીના આ પુસ્તકનું નામ પ્રેગ્નેન્સી બાઈબલ છે. જેના કારણે ઈસાઈ ધર્મના સમુદાયનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. અલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘના પ્રમુખ આશિષ શિંદેએ પુસ્તક અંગે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે આ મામલે આગળ શું થશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Param Sundari Song: ‘મિમી’નું પ્રથમ સોન્ગ થયું રિલીઝ, Kriti Sanonએ કર્યો જબરદસ્ત ડાન્સ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati