સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનથી દેશભરમાં શોકની લહેર, સોશિયલ મીડિયા પર ચાહકો વ્યક્ત કરી રહ્યા છે શોક

ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે. તેમની ઉંમર 92 વર્ષની હતી. ભારત રત્નથી સન્માનિત આ મહાન ગાયિકાએ આજે ​​સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનથી દેશભરમાં શોકની લહેર, સોશિયલ મીડિયા પર ચાહકો વ્યક્ત કરી રહ્યા છે શોક
Lata Mangeshkar passed away fans reaction on Twitter (FILE PHOTO)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 11:21 AM

Lata Mangeshkar: ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar)નું નિધન થયું છે. ભારત રત્નથી સન્માનિત આ મહાન ગાયિકાએ આજે ​​સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોના જણાવ્યા અનુસાર મલ્ટિઓર્ગન ફેલ્યોર થવાના કારણે તેમનું મોત થયું છે. તે છેલ્લા 28 દિવસથી ICUમાં દાખલ હતા.

થોડા દિવસો પહેલા તબીબોએ માહિતી આપી હતી કે તેમની તબિયત હવે સારી છે અને તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ શનિવારે ફરી એકવાર તેમની તબિયત બગડતાં તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તેને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે બાદમાં તે ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયા હતા, પરંતુ પછી અચાનક તેની તબિયત બગડી ગઈ હતી.

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

લતા મંગેશકરને ‘ભારતના નાઈટિંગેલ’ જેવા અનેક નામોથી બોલાવવામાં આવતા હતા. ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ગાયિકાઓમાંની એક, લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 13 વર્ષની હતી. તેણે અત્યાર સુધીમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે અને દુનિયામાં એક અલગ છાપ છોડી છે.

હવે તેમના નિધનના સમાચાર સાથે દેશ અને દુનિયામાં હાજર તેમના ચાહકોમાં શોકની લહેર છે. સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો પોતપોતાની રીતે શોક વ્યક્ત કરી રહ્યા છે. ચાલો એક નજર કરીએ કેટલીક પસંદગીની ટ્વીટ્સ પર

આ પણ વાંચો : Lata Mangeshkar Family : લતા મંગેશકરના પિતા પણ હતા ક્લાસિકલ સિંગર, જાણો તેમના ભાઈ-બહેન શું કરે છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">