દેશનું ગૌરવ લતા મંગેશકરને ‘સ્વર નાઈટિંગલ’ના નામથી પણ બોલાવવામાં આવતા હતા. આ સિવાય લતા મંગેશકર (Lata Mangeshkar)નું બીજું નામ હેમા હતું. આ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ સિવાય લતા મંગેશકરને ‘ભારતના કોકિલા’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. લતા મંગેશકરનો જન્મ વર્ષ 1929માં મધ્ય પ્રદેશના ઈન્દોર (Birthplace of Lata Mangeshkar)માં થયો હતો. લતા મંગેશકરનો જન્મ મરાઠી થિયેટર ગાયક પંડિત દીનાનાથ મંગેશકરને ત્યાં થયો હતો. લતાની માતાનું નામ શેવંતી હતું. એક મરાઠી નાટકથી પ્રેરાઈને લતાના માતા-પિતાએ તેનું નામ હેમા પરથી લતા રાખ્યું. લતાજીને વાંચવાનો ખૂબ શોખ હતો, પરંતુ નાની ઉંમરે જ તેમણે ભણવાનું છોડી દીધું હતું. ઘર-પરિવારનો ભાર નાના ખભા પર આવી ગયો હતો.
જ્યારે લતા મંગેશકર માત્ર 13 વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયુ હતુ. તેમના પિતાનું હૃદયરોગને કારણે અવસાન થયું હતું. પિતાના આકસ્મિક અવસાનથી સૌને આઘાત લાગ્યો, સમજાતું નહોતું કે આગળ શું થશે? પરિવાર કેવી રીતે ટકશે? લતાના 4 નાના ભાઈ-બહેનો પણ છે – આશા, ઉષા, હૃદયનાથ અને મીના. આ જ કારણ છે કે લતાએ પોતાનો અભ્યાસ છોડીને ગાવાનું શરૂ કર્યુ હતુ.
લતા મંગેશકરના સંઘર્ષની વાર્તા તેમની નાની બહેન મીના મંગેશકરે વર્ણવી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું- દીદીએ ઘણું સહન કર્યું હતું, 12 વર્ષની ઉંમરે તેણે ઘણું બધું જોયું હતું. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં મીના મંગેશકરે કહ્યું હતું કે, ‘લતા દીદી સાથે મારો વિચિત્ર સંબંધ છે. મારી બહેન જ નહીં, હું તેની દીકરી પણ છું, બાળપણથી તેની સાથે પડછાયાની જેમ ચાલતી હતી.
હું દીદી કરતાં માત્ર બે વર્ષ નાની છું. મારા પિતા ગયા ત્યારે તે 12 વર્ષની હતી. હું 10 વર્ષની હતી. બાકીના બધા નાના હતા. અમે પિતાની બીમારી જોઈ છે, પૂના આવ્યાને એક વર્ષ થયું હતુ, અમે 1941માં આવ્યા અને પિતાનું 1942માં અવસાન થયુ. તેમણે વધુમાં જણાવ્યુ કે દીદી અચાનક આટલી મોટી ક્યારે થઈ ગઈ તેની અમને ખબર પણ ન પડી. તેણે પરિવારની સંભાળ લીધી, અમે તે સમયે શોકમાં હતા પણ દીદીએ બધાનું ધ્યાન રાખ્યું.
આ પણ વાંચો- સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનથી દેશભરમાં શોકની લહેર, સોશિયલ મીડિયા પર ચાહકો વ્યક્ત કરી રહ્યા છે શોક
આ પણ વાંચો- Lata Mangeshkar : સ્વર કોકિલા લતા મંગેશકરના જીવન સાથે જોડાયેલી 10 ન સાંભળેલી વાતો, જેનાથી તમે કદાચ અજાણ હશો