બોલીવુડમાં કપૂર ખાનદાને અત્યાર સુધીમાં કેટલી ફિલ્મો કરી છે ખબર છે? ન જાણતા હોવ તો વાંચો આ વિગત

કપૂર ખાનદાન (Kapoor Family) એ આજે બોલીવુડમાં સતત 80 વર્ષો કરતા પણ વધુ સમયથી કાર્યરત છે. પૃથ્વીરાજ કપૂરથી લઈને આજે કપૂર ખાનદાનની નાની વહુ આલિયા ભટ્ટ (Alia Bhatt) - આમ આ ફેમસ ફેમેલીમાં સતત 4 પેઢીઓએ પોતાનું જબરદસ્ત યોગદાન દેશ તથા બોલીવુડને આપ્યું છે.

બોલીવુડમાં કપૂર ખાનદાને અત્યાર સુધીમાં કેટલી ફિલ્મો કરી છે ખબર છે? ન જાણતા હોવ તો વાંચો આ વિગત
Famous Kapoor Family Reunion (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 9:58 AM

વર્ષ 1928માં પૃથ્વીરાજ કપૂરે (Prithviraj Kapoor) હિન્દી ફિલ્મોમાં (Bollywood) પગ મૂક્યો હતો. ત્યારબાદ કપૂરોએ બોલિવૂડના 110 વર્ષના સમયગાળામાં 94 વર્ષ પૂર્ણ કર્યા છે,જેમાં કુલ 987 જેટલી નાની મોટી ફિલ્મો આપી છે. આજે બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત પરિવારોની વાત કરીએ તો તેમાં કપૂર પરિવારનું (Kapoor Family) નામ સૌથી પહેલા આવે છે, જેમની ઘણી પેઢીઓ હિન્દી ફિલ્મ જગતમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે. કપૂર કુળનો સૌથી લોકપ્રિય સમયગાળો પૃથ્વીરાજ કપૂર સાથે શરૂ થાય છે, જેમણે વર્ષ 1928માં હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. તેઓ તેમના સમયના ટોચના અભિનેતાઓમાંના એક હતા.

રાજ કપૂર

14 ડિસેમ્બર, 1924ના રોજ જન્મેલા પૃથ્વીરાજ કપૂરના મોટા પુત્ર રાજ કપૂરે 1948માં આવેલી બોલિવૂડ ફિલ્મ આગ દ્વારા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી બૉલીવુડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જેમાં મેરા નામ જોકર, શ્રી 420 અને આવારા જેવી મહાન ફિલ્મોનો સમાવેશ થાય છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

શમ્મી કપૂર

પૃથ્વીરાજ કપૂરના બીજા પુત્ર શમ્મી કપૂરનો જન્મ 21 ઓક્ટોબર, 1931ના રોજ થયો હતો, જેણે વર્ષ 1953માં બૉલીવુડ ફિલ્મો જીવન જ્યોતિ દ્વારા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. જો શમ્મી કપૂરના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો તેમાં જંગલી, કાશ્મીર કી કાલી અને તીસરી મંઝિલ જેવી શાનદાર અને શ્રેષ્ઠ ફિલ્મોનો સમાવેશ થાય છે.

શશિ કપૂર

શશિ કપૂર પૃથ્વીરાજ કપૂરના સૌથી નાના પુત્ર હતા, જેનો જન્મ 18 માર્ચ, 1938ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે 1961ની બોલિવૂડ ફિલ્મ ધર્મપુત્ર દ્વારા બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. જો શશિ કપૂરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેમાં શાન, દીવાર અને સત્યમ શિવમ સુંદરમ જેવી મજબૂત ફિલ્મોનો સમાવેશ થાય છે.

View this post on Instagram

A post shared by Kunal Kapoor (@kunalkkapoor)

રણધીર કપૂર

રણબીર કપૂર અન્ય કોઈ નહીં પણ અભિનેતા રાજ કપૂરના મોટા પુત્ર હતા, જેઓ તેમના પિતાની જેમ બોલિવૂડમાં સફળ અભિનેતા તરીકે ઉભરી આવ્યા હતા. 15 ફેબ્રુઆરી, 1947ના રોજ જન્મેલા રણબીર કપૂરે ફિલ્મ શ્રી 420 દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ તેમણે રામ તેરી ગંગા મૈલી, જવાની દીવાની, ધર્મ-કર્મ અને કલ આજ ઔર કલ જેવી સફળ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.

ઋષિ કપૂર

હિન્દી ફિલ્મ જગતના પીઢ અભિનેતા ઋષિ કપૂર અભિનેતા રાજ કપૂરના નાના પુત્ર હતા, જેનો જન્મ 4 સપ્ટેમ્બર, 1952ના રોજ થયો હતો. ઋષિ કપૂરે 1970ની બોલિવૂડ ફિલ્મો મેરા નામ જોકરથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યાર બાદ તેઓ લૈલા મજનુ, કર્જ, નગીના, પ્રેમ રોગ અને અમર અકબર એન્થની જેવી ઇન્ડસ્ટ્રીની શાનદાર ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર, જે 90ના દાયકાની સૌથી સુંદર અને જાણીતી અભિનેત્રીઓમાંની એક ગણાય છે. જે અભિનેતા રણઘીર કપૂરની સૌથી મોટી પુત્રી છે, જેણે 1991ની બોલિવૂડ ફિલ્મ પ્રેમ કૈદીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણી બોલીવુડની દિલ તો પાગલ હૈ, રાજા જેવી કલ્ટ કલાસિક ફિલ્મો માટે જાણીતી છે. કરિશ્મા કપૂર હિન્દુસ્તાની અને અંદાજ અપના અપના જેવી દમદાર ફિલ્મોમાં પણ જોવા મળી છે. જો કે, આજે કરિશ્મા કપૂર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઇ ચુકી છે.

કરીના કપૂર

આજે, બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થયેલી, અને અભિનેતા રણઘીર કપૂરની નાની પુત્રી કરીના કપૂરે વર્ષ 2000માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ રેફ્યુજી દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જો કરીના કપૂર વિશે વાત કરીએ તો, તેની બોલિવૂડ કારકિર્દીમાં કભી ખુશી કભી ગમ, બોડીગાર્ડ, 3 ઈડિયટ્સ, જબ વી મેટ અને બજરંગી ભાઈજાન જેવી સફળ અને શાનદાર ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – ‘સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ’ની આગામી સિઝન પરત આવશે, નિર્માતા જેડી મજીઠિયાએ પુષ્ટિ કરી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">