આ મશહૂર અમેરિકન સેલિબ્રિટીએ શાકાહારી આહાર સાથે કરી 2021ની શરૂઆત

આ મશહૂર અમેરિકન સેલિબ્રિટીએ શાકાહારી આહાર સાથે કરી 2021ની શરૂઆત

અમેરિકાની રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયન (Kim Kardashian) વિશ્વભરમાં મશહૂર છે. ભારતમાં પણ તે મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે. કીમ કાર્દશિયને માંસ અને દૂધથી બનેલા ઉત્પાદનોનો ત્યાગ કર્યો છે.

Gautam Prajapati

| Edited By: Kunjan Shukal

Jan 11, 2021 | 8:32 PM

અમેરિકાની રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયન (Kim Kardashian) વિશ્વભરમાં મશહૂર છે. ભારતમાં પણ તે મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે. કીમ કાર્દશિયને માંસ અને દૂધથી બનેલા ઉત્પાદનોનો ત્યાગ કર્યો છે. તેણે નવા વર્ષની શરૂઆત શાકાહારી આહારથી કરી હતી. એક અહેવાલ મુજબ હવે કિમ આધ્યાત્મિકતામાં પણ રસ દાખવી રહી છે. આ ઉપરાંત તે નિયમિત પણે ધર્મગ્રંથ બાઈબલના ક્લાસમાં પણ ભાગ લે છે.

કહેવામાં આવી રહ્યું છે કે સિંગર પતિ કાન્યે વેસ્ટ સાથે તે છૂટાછેડા લેવાની છે. કિમ કાર્દશિયને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના આહાર પરિવર્તનની ઘોષણા કરી હતી. કિમે આહારથી ભરેલા પોતાના ફ્રીઝની તસ્વીર શેર કરી હતી અને લખ્યું હતું “કોઈએ સાંભળ્યું કે મેં શાકાહાર અપનાવી લીધું છે” તેણે બહેન ખોઈ કાર્દશિયન સાથે વર્કઆઉટની તસ્વીર શેર હતી. તેણે જણાવ્યું હતું કે તે આ વર્ષે ફિટનેસ પ્રોગ્રામને પણ ગંભીરતાથી લઈ રહી છે.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે કિમ કર્દાશિયન અને તેના પતિ કાન્યે વેસ્ટ વચ્ચેના સંબંધો તૂટી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિમ તેના પતિ સાથે છૂટાછેડા લેવાની છે. પ્રખ્યાત અમેરિકન સેલિબ્રિટી કિમ કર્દાશિયનના વિશ્વભરના ચાહકો છે. ભારતમાં પણ તેના ફેન્સ ઓછા નથી. કિમ કર્દાશિયનના ફોટા અને વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે.

આ પણ વાંચો: આવતીકાલે ગુજરાત પહોંચી શકે છે કોરોનાની રસી, CM રૂપાણી બપોરે 12 વાગ્યે કરશે મોટી જાહેરાત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati