કિયારા-સિદ્ધાર્થે ફિલ્મી અંદાજમાં મનાવ્યું નવુ વર્ષ, બરફના પહાડોની વચ્ચે એન્જોય કરતા દેખાયા, જુઓ તસવીરો
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન પછી તેમનું પહેલું ન્યૂ યર એકસાથે ઉજવી રહ્યા છે. તાજેતરમાં અભિનેત્રી કિયારાએ પતિ સિદ્ધાર્થ સાથે નવા વર્ષની ઉજવણીની એક તસવીર શેર કરી હતી. જેમાં જોઈ શકાય છે બન્ને કપલ બરફના પહાડોની વચ્ચે મજા માણી રહ્યું છે. જુઓ અહીં તસવીરો

ગયા વર્ષે ઘણા બોલિવૂડ સેલેબ્સ તેમના પ્રેમ સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. જેમાં બોલિવૂડ સેલેબ્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હતા. કિયારા અને સિદ્ધાર્થ બી-ટાઉનના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. કિયારા અને સિદ્ધાર્થની જોડીને માત્ર સ્ક્રીન પર જ નહીં પણ રિયલ લાઈફમાં પણ લોકોની ફેવરિટ છે.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન પછી તેમનું પહેલું ન્યૂ યર એકસાથે ઉજવી રહ્યા છે. તાજેતરમાં અભિનેત્રી કિયારાએ પતિ સિદ્ધાર્થ સાથે નવા વર્ષની ઉજવણીની એક તસવીર શેર કરી હતી. જેમાં જોઈ શકાય છે બન્ને કપલ બરફના પહાડોની વચ્ચે મજા માણી રહ્યું છે.
કિયારા-સિદ્ધાર્થે લગ્ન પછી પ્રથમ નવું વર્ષ ઉજવ્યું
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. જ્યારે તેઓ ફિલ્મ ‘શેરશાહ’માં સાથે જોવા મળ્યા હતા, ત્યારે તેઓને સાથે જોઈ ફેન્સ ખુશ થઈ ગયા અને તે પછી દરેક લોકો તેમને વાસ્તવિક જીવનમાં પણ સાથે જોવાની ચર્ચા કરવા લાગ્યા. છેવટે ગયા વર્ષે બંનેએ લગ્ન કરી લીધા. કેટરિના કૈફ-વિકી કૌશલ અને આલિયા ભટ્ટ-રણબીર કપૂર સહિત બી-ટાઉનના ઘણા કપલ્સે અલગ-અલગ અંદાજમાં નવા વર્ષની ઉજવણી કરી છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ તેમના નવા વર્ષની ઉજવણીના ફોટા અને વીડિયો શેર કર્યા છે.
View this post on Instagram
કિયારા-સિદ્ધાર્થે આ રીતે ઉજવ્યુ નવું વર્ષ
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના લગ્ન પછી પ્રથમ નવું વર્ષ ઉજવી રહ્યા છે. કિયારાએ તેના પતિ સિદ્ધાર્થ સાથે ખૂબ જ ક્યૂટ સેલ્ફી પોસ્ટ કરી છે. તસવીરમાં કપલ ફઝી જેકેટ પહેરેલુ જોવા મળે છે. નવા વર્ષ 2024માં તે બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે સ્નોબોર્ડિંગ કરતા જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘કાલા ચશ્મા.’
કિયારા અડવાણીનું વર્કફ્રન્ટ
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, દર્શકોને પણ આ ફિલ્મ ખૂબ પસંદ આવી અને તે હિટ સાબિત થઈ. ત્યારથી, કિયારા તેના દેખાવથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જાળવી રાખે છે.
