શું ખરેખર KGF 2 ક્લાઈમેક્સમાં યશ સાથે પ્રભાસ પણ જોવા મળશે ? ‘સાલર’ ફિલ્મના પ્રમોશનને લઈને ખૂલાસો

સાઉથની ફિલ્મોને પસંદ કરનારા લોકો ત્યારે ખુશ થઈ ગયા જ્યારે સમાચાર આવ્યા કે આ ફિલ્મ (KGF 2 Climax) ના ક્લાઈમેક્સમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસની (South Superstar Prabhas) ઝલક પણ જોવા મળશે.

શું ખરેખર KGF 2 ક્લાઈમેક્સમાં યશ સાથે પ્રભાસ પણ જોવા મળશે ? 'સાલર' ફિલ્મના પ્રમોશનને લઈને ખૂલાસો
KGF 2 Climax
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Apr 10, 2022 | 8:40 AM

સાઉથ સુપરસ્ટાર યશની (South Suparstar Yash) ફિલ્મ ‘KGF- ચેપ્ટર 2’ થિયેટરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમને સાઉથની ફિલ્મો પસંદ છે તેઓ ખુશ થઈ ગયા જ્યારે સમાચાર આવ્યા કે આ ફિલ્મ (KGF 2 Climax)ના ક્લાઈમેક્સમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસની  (Superstar Prabhas) ઝલક પણ જોવા મળશે. સમાચાર હતા કે આ ફિલ્મના અંતે પ્રભાસનો ફિલ્મ ‘સલાર’નો (Salaar Movie)  લુક સામે આવશે. જોકે હવે આ અંગે T2BLive.com પરથી એક ટ્વીટ સામે આવ્યુ છે જેમાં એ વાતને નકારી કાઢવામાં આવી છે કે પ્રભાસ યશ સ્ટારર KGF ચેપ્ટર 2 ના કોઈપણ સીનમાં જોવા મળશે.

ટોલીવુડ અને બોલિવૂડ ફિલ્મોના કલેક્શન પર નજર રાખનારી આ સાઇટે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું ‘KGF 2ના છેલ્લા સીનમાં ફિલ્મ સલારની ઝલક બતાવવામાં આવશે, આ સમાચારમાં કોઈ સત્ય નથી. આ સંપૂર્ણપણે ખોટું છે. તમને જણાવી દઈએ કે, રાધે-શ્યામ સ્ટાર પ્રભાસ જલ્દી જ ચાહકો માટે ફિલ્મ ‘સાલર’ લઈને આવવા જઈ રહ્યા છે. આ ફિલ્મ વિશે એવા સમાચાર હતા કે ફિલ્મના નિર્માતા તેમની આગામી ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ સાથે પ્રમોશન કરવાનું વિચારી રહ્યા છે.

 ફિલ્મને પ્રમોટ કરવાની નવી રીત

આવી સ્થિતિમાં સમાચાર આવવા લાગ્યા કે પ્રભાસની ફિલ્મ સાલર KGF 2ના ક્લાઈમેક્સમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં રોહિત શેટ્ટીની ફિલ્મોમાં આ ટ્રેન્ડ ઘણો જોવા મળ્યો છે. આ રીતે ફિલ્મને પ્રમોટ કરવાની રીત નવી છે. રોહિત શેટ્ટીએ રણવીર સિંહની ‘સિમ્બા’ દરમિયાન ક્લાઈમેક્સમાં અજય દેવગન અને અક્ષય કુમારની ઝલક પણ બતાવી હતી. ફિલ્મના ક્લાઈમેક્સમાં સૂર્યવંશીની કેટલીક ઝલક બતાવવામાં આવી હતી. એ જ રીતે, KGF ચેપ્ટર 1 ની સફળતા જોઈને, આ ફિલ્મના નિર્માતાઓ પણ KGF 2 માટે ખૂબ જ ઉત્સાહિત છે અને ખાતરી છે કે ફિલ્મ સારો દેખાવ કરશે. આવી સ્થિતિમાં સમાચાર સામે આવ્યા કે હવે પ્રભાસ પણ આ ફિલ્મ દ્વારા સલાર માટે દર્શકોને આકર્ષિત કરશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Jersey : YouTube પર પહેલાથી જ અપલોડ છે તેલુગુમાં બનેલી હિન્દી ડબ ફિલ્મ, જાણીને પણ ગભરાયા નહીં શાહિદ કપૂર, જાણો કારણ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati