આ તારીખે રિલીઝ થશે KGF 2, નવા પોસ્ટર સાથે સંજય દત્તે શેર કરી રિલીઝ ડેટ

KGFના પ્રથમ ભાગને ખુબ પ્રસંશા મળી હતી. દર્શકો દ્વારા તેને ખુબ વખાણવામાં આવ્યું હતું. થોડા દિવસોથી આ ફિલ્મનો બીજો ભાગ ખુબ ચર્ચામાં રહ્યો છે.

આ તારીખે રિલીઝ થશે KGF 2, નવા પોસ્ટર સાથે સંજય દત્તે શેર કરી રિલીઝ ડેટ
KGF-2

KGFના પ્રથમ ભાગને ખુબ પ્રસંશા મળી હતી. દર્શકો દ્વારા તેને ખુબ વખાણવામાં આવ્યું હતું. થોડા દિવસોથી આ ફિલ્મનો બીજો ભાગ ખુબ ચર્ચામાં રહ્યો છે. પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં બોલીવૂડના પ્રખ્યાત ચહેરા રવીના ટંડન અને સંજય દત્ત જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.

સંજય દત્ત અને સાઉથ સ્ટાર યશની આ ફિલ્મ ‘KGF: Chapter 2’ ની રિલીઝ ડેટ સામે આવી છે અને ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ફિલ્મ 16 જુલાઈ, 2021 ના ​​રોજ રીલિઝ થશે. સંજય દત્ત અને યશે તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી હતી છે. જણાવી દઈએ કે ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.

 

 

સંજય દત્તે શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મ ‘KGF: Chapter 2’નું પોસ્ટર શેર કર્યું હતું. સાથે લખ્યું હતું કે આ ફિલ્મ 16 જુલાઈએ વર્લ્ડ વાઈડ થિયેટરમાં રિલીઝ થશે. આ સાથે જ યશે તેના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મના રિલીઝ વિશે પણ માહિતી આપી હતી. જણાવી દઈએ કે સંજય દત્તે અગાઉ ટ્વીટ કર્યું હતું કે તે ફિલ્મની રિલીઝની ડેટ જાહેરાત કરશે.

 

https://twitter.com/TheNameIsYash/status/1355139274102820870

 

 

આ પણ વાંચો: અભિનેત્રી અમૃતા રાવ અને રવિના ટંડને જયપુરના તીરંદાજ અર્જુન માટે એકઠા કર્યા 3 લાખ રૂપિયા, હવે પુરા થશે સ્વપ્ન

Click on your DTH Provider to Add TV9 Gujarati