Katrina Kaif Networth: ચાહકોનું દિલ જીતવા ઉપરાંત સારી કમાણી પણ કરે છે Katrina Kaif, જાણો કેટલા કરોડની છે માલિક

ફિલ્મોમાં કામ કરવા સિવાય કેટરીના ઘણી બ્રાન્ડનું એન્ડોર્સ કરે છે, તેથી કલ્પના કરો કે આમાંથી તેમની કેટલી કમાણી થતી હશે તો ચાલો અમે તમને જણાવીએ કે કેટરીના કૈફની નેટવર્થ.

Katrina Kaif Networth: ચાહકોનું દિલ જીતવા ઉપરાંત સારી કમાણી પણ કરે છે Katrina Kaif, જાણો કેટલા કરોડની છે માલિક
Katrina Kaif
TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Jul 16, 2021 | 5:46 PM

કેટરિના કૈફ (Katrina Kaif) બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. એટલું જ નહીં, કેટરીનાને સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવી છે. બોલિવૂડમાં ધમાકેદાર શરુઆત કર્યા બાદ વચ્ચે કેટરીનાની કારકિર્દીનો ગ્રાફ નીચે પડવા લાગ્યો હતો, પરંતુ તે પછી અભિનેત્રીએ એક પછી એક ફિલ્મમાં શાનદાર અભિનય કરીને જબરદસ્ત પુનરાગમન કર્યું. કેટરીનાની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે અને તે કારણથી ઘણી બ્રાન્ડ્સ તેમના દ્વારા તેમના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ કરાવે છે.

ફિલ્મોમાં કામ કરવા સિવાય કેટરીના ઘણી બ્રાન્ડનું એન્ડોર્સ કરે છે, તેથી કલ્પના કરો કે આમાંથી તેમની કેટલી કમાણી થતી હશે તો ચાલો અમે તમને જણાવીએ કે કેટરીના કૈફની નેટવર્થ અને આ સિવાય તે પણ જણાવીએ છેલ્લે કેવી રીતે કેટરીના કરોડોની માલકીન છે. એક અહેવાલ મુજબ કેટરીના કૈફની કુલ સંપત્તિ 148 કરોડ છે. અભિનેત્રીની મહિનાની આવક 1 કરોડથી વધારે છે.

કેટરીનાની કમાણી ફિલ્મ્સ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, સ્ટેજ શો અને તેમના મેક-અપ બ્રાન્ડથી થાય છે. ટ્રેડ એનાલિસ્ટના રિપોર્ટ અનુસાર કેટરીના કૈફ એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે સ્લાઈસ, લક્સ, ઓપ્પો, લેક્મે જેવી ઘણી બ્રાન્ડને એન્ડોર્સ કરે છે. કેટરીના રિબોક સાથે પણ સંકળાયેલી છે અને જેના માટે હવે તેમને પહેલા કરતાં 40 ટકા વધુ ફી મેળી રહી છે.

કાર

કેટરીનાને લક્ઝરી વાહનો ખૂબ પસંદ છે અને તેમની પાસે ઓડી ક્યૂ 3, ઓડી ક્યૂ 7, મર્સિડીઝ ML350 વાહનોની માલિકી ધરાવે છે.

ઘર

મુંબઈના બાંદ્રામાં કેટરીના કૈફનું 3 બીએચકે એપાર્ટમેન્ટ છે, જેની કિંમત 8.10 કરોડ છે. લોખંડવાલામાં 13 કરોડની સંપત્તિ અને બાંદરામાં એક પેન્ટ હાઉસ છે, જ્યાં તે હાલમાં રહે છે અને લંડનમાં 7 કરોડનું ઘર છે.

આગામી પ્રોજેક્ટ્સ

કેટરિના હવે ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) અને ફોન ભૂત (Phone Bhoot), ટાઈગર 3 (Tiger 3) માં જોવા મળશે. સુર્યવંશીમાં કેટરીના અને અક્ષય કુમાર (Akshay Kumar) મુખ્ય ભૂમિકામાં છે. કેટરીના અને અક્ષયે ઘણી વાર સાથે કામ કર્યું છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને કારણે રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. ફિલ્મની નવી રિલીઝ તારીખ હજી જાહેર થઈ નથી.

ફોન ભૂત

ફોન ભૂતમાં કેટરીના સાથે ઈશાન ખટ્ટર (Ishaan Khattar) અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના માધ્યમથી કેટરીના પ્રથમ વખત ઈશાન અને સિદ્ધાંત સાથે કામ કરશે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે.

ટાઈગર 3

એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ પછી હવે કેટરિના ફરી સલમાન ખાનની સાથે આ ફ્રેન્ચાઈઝીની ત્રીજા ભાગનો પણ હિસ્સો છે. આ ફિલ્મમાં સલમાન (Salman Khan) અને કેટરીના ઉપરાંત ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: બધા સાથે ટક્કર લેનારી કંગના રનૌત થઈ ગઈ Kriti Sanonની ફેન, સોશિયલ મીડિયા પર અભિનેત્રી માટે લખ્યો આ મેસેજ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati