કેટરીના અને વિકીએ સેલિબ્રેટ કરી ક્રિસમસ, તસવીરોમાં જોવા મળી નવા ઘરની ઝલક

કેટરીના અને વિકીએ સેલિબ્રેટ કરી ક્રિસમસ, તસવીરોમાં જોવા મળી નવા ઘરની ઝલક
Katrina Kaif and Vicky Kaushal celebrate Christmas

રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લક્ઝુરિયસ સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં ખાનગી સમારોહમાં લગ્ન કરનાર આ દંપતી તેમના હનીમૂન પછી તરત જ મુંબઈ પરત ફર્યું હતું. બંને તેમના હનીમૂન માટે માલદીવ ગયા હતા.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 26, 2021 | 9:57 PM

કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલે (Vicky Kaushal) નક્કી કર્યું કે લગ્ન પછીની તેમની પહેલી ક્રિસમસ (Christmas) ખાસ હોવી જોઈએ. દંપતીએ તેમના નવા ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, આ પાર્ટીની કેટલીક તસવીરો તેમના મિત્રો દ્વારા ઓનલાઈન શેર કરવામાં આવી છે. તસવીરોમાં ફિલ્મ નિર્માતા કબીર ખાન સહિત તેના ઘણા મિત્રોની હાજરી જોવા મળે છે. કેટલાક મહેમાનોએ ગ્રૂપ ફોટા શેર કર્યા છે, જે નવા કપલના લિવિંગ રૂમ, બાલ્કની અને અન્ય રહેવાની જગ્યાઓની ઝલક પણ દર્શાવે છે.

આખી જગ્યા સફેદ રંગની છે અને ક્રીમ-ટોન ફર્નિચર અને બ્રાઉન કાર્પેટ સાથે તે ખૂબ આકર્ષક દેખાઈ રહી છે. ઘરના દેખાવમાં એક ખૂણામાં લાકડાની પેનલિંગ ઉમેરવામાં આવી છે. ક્રિસમસ પર વિકીએ લગ્ન બાદ કેટરીના સાથે તેની પહેલી તસવીર શેર કરી હતી. આમાં વિકી તેને ગળે લગાવતો જોવા મળે છે, કેપ્શનમાં તેણે લખ્યું હતું, “મેરી ક્રિસમસ!” તેમની પાછળ ઈંટના લેઆઉટ સાથેની દિવાલ હતી અને એક સુશોભિત ક્રિસમસ ટ્રી દેખાતું હતું. કેટરીનાએ ઘરમાં ક્રિસમસની સજાવટની ઝલક પણ શેર કરી હતી.

રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લક્ઝુરિયસ સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં ખાનગી સમારોહમાં લગ્ન કરનાર આ દંપતી તેમના હનીમૂન પછી તરત જ મુંબઈ પરત ફર્યું હતું. બંને તેમના હનીમૂન માટે માલદીવ ગયા હતા. તેઓ તાજેતરમાં તેમના નવા ઘરમાં શિફ્ટ થયા છે અને તેમણે પૂજા સહિતની હાઉસવોર્મિંગ વિધિઓ પૂર્ણ કરી છે.

ક્રિસમસ પર કેટરીનાએ તેની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ નામની જાહેરાત પણ કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવન કરશે અને હાલમાં તેનું શૂટિંગ મુંબઈમાં થઈ રહ્યું છે. આ સિવાય કેટરીનાની પાસે વધુ બે ફિલ્મો છે – પહેલી સલમાન ખાનની ‘ટાઈગર 3’ અને ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ કો-સ્ટાર તરીકે જોવા મળશે.

કેટરીના કૈફ છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળી હતી. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને લગભગ એક અઠવાડિયામાં 100 કરોડનો આંકડો પાર કરી ગઈ. વિકી કૌશલે મેઘના ગુલઝારની ‘સામ બહાદુર’ માટે તૈયારી શરૂ કરી દીધી છે, જે ફિલ્ડ માર્શલ સામ માણેકશા પરની બાયોપિક છે, જેમાં સાનિયા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ જોવા મળશે.

આ પણ વાંચો – Maharashtra: અહેમદનગર નવોદય વિદ્યાલયમાં કોરોનાના આંકડા વધ્યા, અત્યાર સુધીમાં 51 કોવિડ પોઝિટિવ, બે દિવસ પહેલા 19 સંક્રમિત મળી આવ્યા હતા

આ પણ વાંચો – Knowledge News: જાણો શા માટે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ યુનિક હોય છે અને હાથ બળી જાય અથવા ઈજા થાય ત્યારે તે બદલાય છે કે નહીં?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati