કાર્તિક આર્યને ‘ભુલ ભુલૈયા 2’ ના સેટ પરથી નવી તસવીર શેર કરી, લખ્યું ખાસ કેપ્શન

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન હાલમાં મનાલીમાં તેમની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 2 નું શૂટિંગ કરી રહ્યા છે. તેમણે તેની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તેની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' ના શૂટિંગ દરમિયાન એક તસવીર શેર કરી છે જેમાં તે ક્લેપ-બોર્ડ સાથે જોવા મળી રહ્યા છે.

કાર્તિક આર્યને 'ભુલ ભુલૈયા 2' ના સેટ પરથી નવી તસવીર શેર કરી, લખ્યું ખાસ કેપ્શન
Kartik Aaryan

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન હાલમાં મનાલીમાં તેની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 2 નું શૂટિંગ કરી રહ્યો છે. તેમણે શૂટિંગ દરમિયાન ઘણા વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર તેના ચાહકો માટે શેર કર્યા છે.

હવે તેમણે તેમની ફિલ્મ ભુલા ભુલૈયા 2 ના નાઇટ શૂટિંગ દરમિયાન તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ક્લેપ-બોર્ડ સાથે જોવા મળી રહ્યો છે. તસવીરમાં અભિનેતા કાર્તિક આર્યનનો નવો લુક જોવા મળી રહ્યો છે, જેને તેના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.

તેમણે ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો અને કેપ્શન લખ્યું હતું, નાઇટ કેમેરા એક્શન. તાજેતરમાં જ તેમણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બરફવર્ષાની મજા લેતા જોવા મળે છે, ગેમ ઓફ થ્રોન્સનું સંગીત પણ તેના વીડિયોના બેકગ્રાઉન્ડમાં સાંભળવામાં આવે છે.

તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “વાળ કાપ્યા પરંતુ સ્નોનો એટિટ્યુડ ગયો નહીં.” કાર્તિકનો આ વીડિયો તેમના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને તેમના નવા લુક માટે ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. ભુલ ભુલૈયા 2, 19 નવેમ્બરના રોજ રીલિઝ થશે. થોડા દિવસ પહેલા કાર્તિકે તેના ઇન્સ્ટાગ્રામ પર રાજપાલ યાદવ સાથેની એક તસવીર શેર કરીને રિલીઝ ડેટની ઘોષણા કરી હતી. આ તસવીરમાં તે બંને એકદમ રમૂજી લાગી રહ્યા છે.

ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 માં, કિયારા અડવાણી, પરેશ રાવલ, રાજપાલ યાદવ અને તબ્બુ કાર્તિક આર્યનની સાથે મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. તે એક હોરર કોમેડી ફિલ્મ છે, જે પ્રિયદર્શન નિર્દેશિત ફિલ્મ ભુલ ભુલૈયાની સિક્વલ છે. અનીસ બઝમી ‘ભુલ ભુલૈયા 2’ ડિરેક્ટ કરી રહ્યા છે.

  • Follow us on Facebook

Published On - 7:38 pm, Tue, 2 March 21

Click on your DTH Provider to Add TV9 Gujarati