બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન આજકાલ પોતાના બીજા બાળકનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં રવિવારે વેલેન્ટાઈન ડે નિમિત્તે તેણે તેના પુત્ર તૈમૂર અલી ખાન અને તેના પતિ સૈફ અલી ખાન માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ્સ લખી છે. કરીનાએ બે તસવીરો શેર કરી છે, જેમાં પહેલીવાર સૈફ અલી ખાન પત્ની કરિના કપૂર ખાનને ગળે લગાવેલો બતાવે છે. તે ચેક શર્ટ અને ડેનિમમાં છે. આ ઉપરાંત તેમને મૂછો પણ રાખી છે. આ ફોટા સાથે કરીનાએ કેપ્શનમાં લખ્યું હતું કે ‘મે તમારી મૂછો હોવા છતાં તમને પ્રેમ કર્યો. મારો કાયમ માટેનો વેલેન્ટાઈન.’
View this post on Instagram
આ પછી, તૈમૂર અલી ખાનનો એક ક્યૂટ ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘એટલા માટે નહીં કે તમે મારા જેવા પાઉટ્સ બનાવી લ્યો છે. પરંતુ તમે મારા કાયમ માટે વેલેન્ટાઈન છો, મારા હૃદયની ધડકન છો.’
View this post on Instagram
અહેવાલ મુજબ સૈફ અને કરીનાએ ફિલ્મ ‘ટશન’ બાદ ડેટિંગ શરૂ કરી હતી. આ પછી તેઓએ 2012માં લગ્ન કર્યા હતા અને કરીનાએ 2016માં પુત્ર તૈમૂરને જન્મ આપ્યો હતો. અત્યારે તે ગર્ભવતી છે અને ઘણીવાર તેના બેબી બમ્પની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
આ પણ વાંચો: Ranveer Singh બનાવ્યો Rohit Shettyનો મજેદાર VIDEO