KAPIL SHARMAનું ચોંકાવનારું વર્તન, મુંબઈ એરપોર્ટ પર ફોટોગ્રાફરને કહ્યા અપશબ્દો

સ્ટેન્ડઅપ કોમેડિયન KAPIL SHARMAનું ચોંકાવનારું વર્તન સામે આવ્યું છે. KAPIL SHARMAને સોમવારે મુંબઈ એરપોર્ટ પર વ્હીલ ચેર પર લઈ જવામાં આવી રહ્યા હતા.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 22, 2021 | 8:44 PM

સ્ટેન્ડઅપ કોમેડિયન KAPIL SHARMAનું ચોંકાવનારું વર્તન સામે આવ્યું છે. KAPIL SHARMAને સોમવારે મુંબઈ એરપોર્ટ પર વ્હીલ ચેર પર લઈ જવામાં આવી રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફોટોગ્રાફરોને અપશબ્દો કહી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

 

 

કપિલ શર્માનું ચોંકાવનારું વર્તન
કપિલ શર્માને સોમવારે મુંબઈ એરપોર્ટ પર વ્હીલ ચેર પર લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર ફોટોગ્રાફર કપિલને વ્હીલચેરમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેના ફોટો ખેંચવા લાગ્યા હતા. કપિલ આ ફોટોગ્રાફર્સને જોઈને ગુસ્સે ભરાયો હતો. કપિલે ફોટોગ્રાફરને કહ્યું કે અહીંથી જતા રહો. આ પછી, જ્યારે ફોટોગ્રાફરો બાજુ તરફ વળે છે, ત્યારે કપિલે એક ફોટોગ્રાફરને કહ્યું ‘ઉલ્લું કે પઠ્ઠે’ કહી દીધું.

 

સોશિયલ મીડિયા પર યુઝર્સે કર્યો ટ્રોલ
કપિલના આ અપશબ્દો સાંભળીને એક કેમેરામેને કહ્યું, ” સર થેન્ક યુ, આ રેકોર્ડ થઈ ગયું છે.” આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે અને કપિલના આ વીડિયો પર હવે યુઝર્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝર્સે કહ્યું, ” આટલું બધું ઘમંડ તો મોટા સ્ટારને પણ હોતું નથી, લાગે છે સફળતા મગજમાં ચડી ગઈ છે.” અન્ય એક યુઝર્સે કહ્યું, “કપિલના માણસો તમને આ વીડિયો હટાવવાનું કહેશે, પણ તમે આ વીડિયો હટાવાતા નહીં”

 

વિવાદ અને કપિલને ગાઢ સંબંધ

સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્મા ટેલીવિઝન પર ઓનસ્ક્રીન-ખુબ સારા લાગે છે પણ એમનો વાસ્તવિક સ્વભાવ તદ્દન વિપરીત છે. કપિલ શર્મા તેના ક્રોધી સ્વભાવને લઈને અનેકવાર વિવાદમાં રહ્યા છે. આગાઉ એક એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂંક કર્યાનો વિવાદ પણ વકર્યો હતો. જેની કોમેડીના દેશ અને દુનિયામાં આટલા બધા ચાહકો હોય તેનું આવું વર્તન જોઈને સૌ કોઈ ચોંકી જાય છે, પણ આજકાલ દુનિયામાં આ જ ક્રમ ચાલી રહ્યો છે. લોકોના એક નહીં અનેક ચહેરાઓ હોય છે, જે યોગ્ય સમયે સામે આવે છે.

 

આ પણ વાંચો: લદ્દાખના Sonam Wangchukનો નવો આવિષ્કાર, Solar Tent ભારતીય જવાનોને આપશે ઠંડી સામે રક્ષણ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">