સરદુલ સિકંદરના અવસાનથી ભાવુક થયા Kapil Sharma, કહ્યું ક્યારેય વિચાર્યું ન હતું કે આ આપણી છેલ્લી મુલાકાત હશે

હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માએ સરદૂલ સિકંદરના અવસાન પર વ્યથા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સરદૂલ કપિલની પુત્રીને ખોળામાં પકડતા જોવા મળી રહ્યા છે.

સરદુલ સિકંદરના અવસાનથી ભાવુક થયા Kapil Sharma, કહ્યું ક્યારેય વિચાર્યું ન હતું કે આ આપણી છેલ્લી મુલાકાત હશે
Kapil Sharma
Hiren Buddhdev

| Edited By: Pinak Shukla

Feb 25, 2021 | 6:00 PM

પંજાબી ગાયક સરદૂલ સિકંદરનું બુધવારે અવસાન થયું હતું. આ રીતે તેમના જવાને કારણે મનોરંજન ઉદ્યોગ શોકમાં છે. હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માએ સરદૂલ સિકંદરના અવસાન પર વ્યથા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સરદૂલ કપિલની પુત્રીને ખોળામાં પકડતા જોવા મળી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સરદૂલ સિકંદરનો વીડિયો શેર કરતા કપિલે કેપ્શનમાં લખ્યું છે, “એક સુંદર વ્યક્તિની સુંદર યાદો. મારી પુત્રીની પહેલી લોહરી હતી. મને, મારા પરિવારને ખૂબ આનંદ થયો કે સરદૂલ પાજી અમારા ઘરે આવ્યા અને અમારી પુત્રીને આશીર્વાદ આપ્યા. તેમણે ઓમકાર ગીત ગાઇને પુત્રીને આશીર્વાદ આપ્યા. ક્યારેય વિચાર્યું ન હતું કે આ તમારી સાથે અમારી છેલ્લી મુલાકાત હશે. લવ યુ પાજી. તમે હંમેશા હૃદયમાં રહેશો. ”

View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma)

વીડિયોમાં જોઇ શકાય છે કે કપિલ, પત્ની ગિની અને કેટલાક સંગીતકારો સરદુલની આસપાસ ઉભા છે. સરદૂલ કપિલની પુત્રીને હાથમાં લઇ છે અને બંધ આંખોથી ઓમકાર ગીત ગાય છે.

તમને જણાવી દઈએ કે સરદૂલ સિકંદરનું મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું હતું. સમાચાર અનુસાર, એક અઠવાડિયા પહેલા, તેમને કિડનીની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સફળ ઓપરેશન થયું હતું, પરંતુ આ દરમિયાન તે કોરોનામાં આવી ગયા. આ કારણે તેમનું મોત નીપજ્યું હતું. સરદૂલ સિકંદરને બે પુત્રો અલાપ અને સારંગ સિકંદર છે. બંને ગાયનના ક્ષેત્રે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati