બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેની ખાસ સ્ટાઇલ માટે જાણીતી છે. કંગના હંમેશાં પોતાની વાત ખુલ્લી રીતે રાખતી જોવા મળી છે. હવે અભિનેત્રી ધાકડ શૈલીમાં ચાહકોને મળવા જઇ રહી છે. કંગના તેની આગામી ફિલ્મમાં સંપૂર્ણ એક્શન અવતારમાં જોવા મળશે. ધકડમાં ચાહકો કંગનાનું નવું રૂપ જોવા જઈ રહ્યા છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ ધાકડનું પોસ્ટર ચાહકો માટે બહાર પાડ્યું હતું. હવે અભિનેત્રીએ ચાહકો માટે પોતાનો નવો લુક શેર કર્યો છે.
હવે કંગનાએ ફરી એકવાર ફિલ્મનું પોસ્ટર બહાર પાડ્યું છે. આ પોસ્ટરમાં અભિનેત્રી ખૂબ જ ઉગ્ર લુકમાં જોવા મળી રહી છે. ફોટામાં ચાહકો જોઇ શકે છે કે અભિનેત્રીના હાથમાં બંદૂક જોવા મળી રહી છે. આની સાથે તેના ચહેરા પર ઉઝરડાઓ દેખાય છે. આ ફોટો સ્પષ્ટપણે બતાવે છે કે આ એક એક્શન સીનનો લુક છે. આની સાથે જ એક બીજી વાત સ્પષ્ટ થઈ ગઈ કે કંગના આ ફિલ્મમાં મોટી ધમાલ કરવાની છે.
કંગનાએ પોસ્ટર શેર કર્યું છે
કંગનાએ તેમના ધાકડ અંદાજમાં ધાકડનું પોસ્ટર રજૂ કર્યું છે ત્યારથી જ ચાહકોની નજર તેના પર સ્થિર થઈ ગઈ છે. આ ફોટાઓ શેર કરતી વખતે કંગનાએ એક સરસ કેપ્શન પણ લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું છે કે તે તેમને અગ્નિ કહે છે, પરંતુ હું કહું છું કે તે મૃત્યુની દેવી ભૈરવીનું રૂપ છે. #Dhaakad.
They call her Agni… the brave one #Dhaakad I say she is my depiction of Bhairavi the goddess of death … #Dhaakad pic.twitter.com/nZjuDFFpZC
— Kangana Ranaut (@KanganaTeam) February 8, 2021
ફિલ્મ એક સ્પાઈ એક્શન છે. આ ફિલ્મમાં કંગના પહેલીવાર સ્પેશિયલ એજન્ટ અગ્નિની ભૂમિકામાં નજરે પડી રહી છે, આ પહેલા કંગનાએ ચાહકો માટે શેર કરેલા પોસ્ટરમાં હાથમાં તલવાર લઈને દેખાઈ રહી હતી અને તેમની પછળ શબના ઢગલા હતા. હવે ફરી એકવાર કંગનાનું અલગ રીતનું પોસ્ટર ચાહકોને ખાસ પસંદ આવી રહ્યું છે. તાજેતરમાં કંગનાએ કહ્યું હતું કે ફિલ્મના એક સીનને શૂટ કરવા માટે 25 કરોડનો ખર્ચ થયો છે.
કંગના રાનાઉતને 2020 માં ફિલ્મ પંગામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે કબડ્ડી પ્લેયરની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કંગનાની અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. કંગનાએ તેના નામે ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ જીત્યા છે. અભિનેત્રી હવે અભિનય સાથે ડાયરેકશનમાં કૂદી ગઈ છે.