ભારતના વસ્તી વધારાથી Kangana Ranaut ગુસ્સામાં, કહ્યુ ત્રીજુ સંતાન થાય તો ફટકારો દંડ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ ફિલ્મો સિવાય સામાજિક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપવાને કારણે ચર્ચામાં રહે છે. હવે કંગના રનૌત ભારતની વધુ વસ્તી વિશે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ભારતના વસ્તી વધારાથી Kangana Ranaut ગુસ્સામાં, કહ્યુ ત્રીજુ સંતાન થાય તો ફટકારો દંડ
Kangana Ranaut
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 21, 2021 | 2:34 PM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ ફિલ્મો સિવાય સામાજિક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપવાને કારણે ચર્ચામાં રહે છે. હવે કંગના રનૌત ભારતની વધુ વસ્તી વિશે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. હકીકતમાં, કોરોના રોગચાળાની બીજી લહેરે આખા દેશની આરોગ્ય પ્રણાલી બગાડી છે. આલમ એ છે કે હોસ્પિટલોમાં કોરોનાની દવાઓ, રસી અને ઓક્સિજનની અછત છે.

સોશિયલ મીડિયા યુઝર્સે ટિ્‌વટર પર કંગના રનૌત પર સવાલ ઉઠાવતા લખ્યું છે કે ‘ડિયર કંગના, લોકો મરી રહ્યા છે. લોકો મરી રહ્યા છે કારણ કે હોસ્પિટલોમાં પથારી ઉપલબ્ધ નથી, ઓક્સિજન અને દવાઓનો અભાવ છે અને સરકાર નાગરિકોના જીવન કરતાં ચૂંટણીની વધુ ચિંતા કરે છે. તો તમારી અપશબ્દો પોસ્ટિંગને થોડા દિવસો સુધી અંકુશમાં રાખો, થોડી શરમ કરો. ‘ યુઝર્સના આ ટ્વીટ પર કંગના રનૌતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

તેમણે યુઝર્સને ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “લોકો મરી રહ્યા છે કારણ કે દસ્તાવેજો અનુસાર 130 કરોડથી વધુ ભારતીય છે, પરંતુ 25 કરોડથી વધુ ગેરકાયદેસર અપ્રવાસિઓને એક ત્રીજી દુનિયાના દેશમાં જોડી દિધુ છે.” એક મહાન નેતૃત્વ મળ્યું છે જે રસીકરણ ઝુંબેશમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને કોરોનાની સામે લડી રહ્યું છે. પરંતુ આપણે પણ જવાબદારી લેવાની જરૂર છે.

કંગના રનૌત અહીં રોકાઈ નહીં, તેમણે પોતાની આગામી ટવીટ પર ભારતીય વસ્તી વિશે મોટી વાત કરી છે. તેમણે કહ્યું છે કે ત્રીજા બાળકના જન્મ પછી લોકોને દંડ ભરવા અને જેલ સુધીની વાત પણ કહી છે. કંગના રનૌત પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ‘આપણે વસ્તી નિયંત્રણ માટે કડક કાયદો બનાવવો જોઈએ. મતોનું રાજકારણ ઘણુ થયું. તે સાચું છે કે ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયા હતા અને પાછળથી આ મુદ્દો ઉઠાવવા માટે તેમની હત્યા કરવામાં આવી હતી કારણ કે તેમણે લોકોને સ્ટરલાઈઝ ( સંતાન પેદા કરવામાં અસમર્થ બનાવામાં) કર્યા હતા. પરંતુ આ ક્ષણે, સંકટને ધ્યાનમાં રાખીને, ત્રીજા બાળક પર ઓછામાં ઓછો દંડ અથવા જેલની સજા થવી જોઈએ.

સોશિયલ મીડિયા પર કંગના રનૌતના બંને ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અભિનેત્રીના ઘણા ચાહકો અને ઘણાં સોશ્યલ મીડિયા યુઝર્સ પણ ટ્વિટ પર ટિપ્પણી કરીને પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. કંગના રનૌતના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘થલાઈવી’, ‘તેજસ’ અને ‘ધાકડ’માં જોવા મળશે. કંગના રનૌતની આ ફિલ્મોને ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">