કંગના રનૌત મનાલીમાં ખોલશે રેસ્ટોરન્ટ, ફોટો શેર કરીને આપી જાણકારી

કંગના રનૌત મનાલીમાં એક રેસ્ટોરન્ટ ખોલવા જઇ રહી છે. જેની માહિતી તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને આપી છે. ફિલ્મોમાં નામ કમાવનારી કંગના ટૂંક સમયમાં મનાલીમાં રેસ્ટોરન્ટ ખોલવાનું પોતાનું સપનું પૂર્ણ કરવા જઈ રહી છે.

કંગના રનૌત મનાલીમાં ખોલશે રેસ્ટોરન્ટ, ફોટો શેર કરીને આપી જાણકારી
Kangana Ranaut
Hiren Buddhdev

| Edited By: Bipin Prajapati

Feb 24, 2021 | 4:32 PM

કંગના રનૌત હંમેશાં તેના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. જોકે આ વખતે તે કોઈ વિવાદને કારણે નહીં પરંતુ એક સારા સમાચારને કારણે સમાચારોમાં છવાયેલી છે. ખરેખર, કંગના મનાલી એક રેસ્ટોરન્ટ ખોલવા જઇ રહી છે. જેની માહિતી તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને આપી છે. ફિલ્મોમાં નામ કમાવનારી કંગના ટૂંક સમયમાં મનાલીમાં રેસ્ટોરન્ટ ખોલવાનું પોતાનું સપનું પૂર્ણ કરવા જઈ રહી છે.

આ ખુશખબર જણાવતા તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો પણ શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે કંગનાની આ પહેલી રેસ્ટોરન્ટ છે જે તેમણે તેમના વતનમાં બનાવી છે. તેમણે ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘હું તમને મારા નવા સપનાના નવા સાહસ વિશે કહું છું, તે એવી વસ્તુ છે જે તમને અને મને એક બીજાની નજીક લાવશે. ફિલ્મો ઉપરાંત, ખોરાક પણ મારું પેશન છે, હવે હું એફએનડી ઉદ્યોગમાં મારું પહેલું પગલું ભરું છું. હું મનાલીમાં મારી પ્રથમ રેસ્ટોરન્ટ ખોલવા જઇ રહ્યી છું. મારી જબરદસ્ત ટીમનો આભાર કે જેઓ આ કાર્યમાં રોકાયેલા છે અને તમને એક અદભૂત વસ્તુ લાવશે. આભાર’.

https://twitter.com/KanganaTeam/status/1364115147317477376

જે ફોટો સામે આવ્યા છે તેમાં કંગના તેમની ટીમ સાથે જોવા મળી રહી છે. તે તેમની ટીમના સભ્યો સાથે ચર્ચા કરતી જોવા મળે છે. કંગનાના લુક વિશે વાત કરવામાં આવે તો તે સફેદ ટર્ટલ ગળાવાળા જેકેટમાં છે. તે બ્લુ ડેનિમ અને એંકલ બૂટમાં પણ જોવા મળી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati