‘થલાઇવી’ના ‘ચલી ચલી’ ગીત પર કરણે લગાવ્યા ઠુમકા, વિડીયો શેર કરીને કંગનાએ કહ્યું ‘બેસ્ટ’

ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા બાદ કંગનાના ચાહકોએ ખૂબ પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ ટિપ્પણી કરી હતી કે કંગનાને આ ફિલ્મ માટે બીજો રાષ્ટ્રીય એવોર્ડ મળશે

  • Tv9 webdesk41
  • Published On - 20:00 PM, 4 Apr 2021
'થલાઇવી'ના 'ચલી ચલી' ગીત પર કરણે લગાવ્યા ઠુમકા, વિડીયો શેર કરીને કંગનાએ કહ્યું 'બેસ્ટ'
Kangana-Karan

કંગના રણાવતની (Kangana Ranaut) આગામી ફિલ્મ ‘થલાઇવી’ #Thalaivi નું ગીત ‘ચલી ચલી’ શુક્રવારે રિલીઝ થયું છે. ગીત રીલીઝ થયું ત્યારથી તે સમાચારોમાં છે. કંગનાએ આ ગીતને લગતી ઘણા વીડિયો શેર કર્યા છે. તેણે પોતાના જ ફેન પેજ પરથી જયલલિતાના ગીતનો વીડિયો પણ શેર કર્યો છે. હવે તેણે એક વીડિયો રીટ્વીટ કર્યો. આમાં કરણ જોહર ડાંસ કરતો જોવા મળે છે અને ઉપરથી ગીત ‘ચલી ચલી’ ગીત ડબ કરવામાં આવ્યું છે. કંગનાએ તેને #ChaliChaliChallenge નો શ્રેષ્ઠ વિડિઓ ગણાવ્યો છે.

સોનમ કપૂરના લગ્નનો છે વીડિયો
કંગનાએ શેર કરેલા વીડિયોમાં કરણ તેના ગીતો પર નાચતો જોવા મળી રહ્યો છે. જો કે આ વિડીયો સોનમ કપૂરના લગ્નનો છે જેમાં કારણે ડાન્સ કર્યો હતો. આ લગ્નમાં કરણ સહિત બોલિવૂડ હસ્તીઓએ જોરદાર ડાન્સ કર્યો. કરણે મૂળ ‘પ્રેમ રતન ધન પાયો’ ગીત પર ડાન્સ કર્યો હતો. જોકે, ઘણા લોકોને સોશ્યલ મીડિયા પર કંગનાની આ મજાક ઘણા લોકોને ગમી ના હતી.

આ પણ વાંચો : Bollywood : પીઢ અભિનેત્રી શશિકલાનું 88 વર્ષની ઉંમરે નિધન, 100થી વધારે ફિલ્મોમાં કર્યું કામ

ચાહકોને ગમ્યું ફિલ્મનું ટ્રેલર

ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા બાદ કંગનાના ચાહકોએ ખૂબ પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ ટિપ્પણી કરી હતી કે કંગનાને આ ફિલ્મ માટે બીજો રાષ્ટ્રીય એવોર્ડ મળશે. તે જ સમયે, ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થયા પછી, તેમના ચાહકો કહી રહ્યા છે કે કંગનામાં જયા અમ્માની ઝલક જોવા મળે છે.

23 એપ્રિલના રોજ થશે  થિયેટરમાં રીલીઝ.

કંગના રાનાઉતની ફિલ્મ ‘થલાવી’ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. મૂવી 23 એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના મુખ્ય ભૂમિકામાં છે અને તેમની સાથે અરવિંદ સ્વામી અને પ્રકાશ રાજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

આ પણ વાંચો : IPL 2021: કોરોના કહેર વધવાને લઇને BCCI હવે વેક્સીનના પ્લાનમાં, કેન્દ્ર સરકારથી માંગશે મદદ