આ ગુજરાતી ડાયરેકટરે કંગનાને ગણાવી અત્યારની સૌથી મહાન અભિનેત્રી, તો કંગનાએ આપ્યો કંઇક આવો જવાબ

તાજેતરમાં મોટા અને જાણીતા નિર્માતાએ એક ટ્વીટના જવાબમાં કંગનાને મહાન ગણાવી હતી. જેના પર કંગનાએ જવાબમાં પ્રેમ છલકાવ્યો હતો.

  • tv9 webdesk37
  • Published On - 16:47 PM, 2 Apr 2021
આ ગુજરાતી ડાયરેકટરે કંગનાને ગણાવી અત્યારની સૌથી મહાન અભિનેત્રી, તો કંગનાએ આપ્યો કંઇક આવો જવાબ
કંગના રનૌત

બોલિવૂડ એક્ટ્રેસ કગના રનૌત આજકાલ ખૂબ જ લોકપ્રિય સેલેબ્સમાંની એક છે. તેમજ તે અવાર નવાર ચર્ચામાં રહે છે. જ્યારે એક તરફ તેને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. બીજી બાજુ કંગના તેની આગામી ફિલ્મ ‘થલાઈવી’ નું ટ્રેલર રિલીઝ થયા બાદ ખૂબ પ્રશંસા મેળવી રહી છે. આ ઉપરાંત હમણાં જ તેણે પોતાનો જન્મદિવસ પણ ઉજવ્યો છે.

આ દરમિયાન, બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, અને મૂળ ગુજરાતી હંસલ મહેતા દ્વારા પણ તેની વિશેષ પ્રશંસા કરવામાં આવી છે. તેની પ્રશંસા પર કંગનાનો જવાબ પણ ખૂબ જ લાજવાબ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વાત જાણે એમ છે કે રોઝી રોટી (Rosie Roti) નામના એકાઉન્ટમાંથી ટ્વિટર પર એક પોસ્ટ આવી હતી જેમાં એક સવાલ હતો કે “ભારતીય સિનેમામાં આજે કઇ સ્ત્રી અભિનેતા સૌથી મહાન છે, તમારા કહેવા પ્રમાણે એ કોણ છે? કોઈ સફાઈ અથવા લાયકાત જરૂરી નથી. ભાષા અને શૈલીની કોઈ મર્યાદા નથી. માત્ર એક જ નામ.”

આ ટ્વિટ પર ઘણાબધા લોકોએ કોમેન્ટ કરી હતી. પરંતુ આકર્ષણનું કેન્દ્ર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હંસલ મહેતાનો જવાબ હતો. હંસલ મહેતાએ જવાબ આપ્યો હતો એ પણ ચતુરાઈ થી. તેમણે તેના પર એક પણ શબ્દ બોલ્યો નહીં, ફક્ત કંગનાની એક તસવીર શેર કરી. આ તસવીર તેની ફિલ્મ ‘મણિકર્ણિકા’ની હતી.

 

 

આ સાથે જ આ જવાબ દ્વારા હંસલ મહેતાએ કંગનાને ભારતીય સિનેમાની મહાન અભિનેત્રી ગણાવી દીધી છે. તે જ સમયે, જ્યારે કંગનાએ હંસલ મહેતાનું આ ટ્વિટ જોયું, ત્યારે તેણે પણ હંસલને ખૂબ રમૂજી રીતે જવાબ આપ્યો. કંગનાએ લખ્યું હતું કે- ‘હમ્મ, હું જાણતી હતી તમે પ્રેમ તો કરો છો, પણ ખબર નહીં કે છુપાવો છો કેમ.?’ કંગનાના આ જવાબનો હંસલનો જવાબ આવ્યો નહોતો. પરંતુ તેના ચાહકો આ સ્ટાઇલથી ખુશ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે કંગના રનૌતે હંસલ મહેતાની ફિલ્મ ‘સિમરન’માં કામ કર્યું હતું.

હંસલ મહેતા મૂળ ગુજરાતી અને ખુબ પ્રખ્યાત બોલિવુડના નિર્માતા છે. તેમણે વેબ સિરીઝ સ્કેમ 1992 ખુબ લોકપ્રિયતા મેળવી હતી. આ સાથે જ પ્રતિક ગાંધીએ પણ બોલીવૂડમાં ડંકો વગાડી દીધો હતો.

આ પણ વાંચો: મામા-ભાણાના સંબંધોમાં ખટાશ? Krushna Abhishekએ Govinda સાથેના સંબંધોને લઈને કહી મોટી વાત

આ  પણ વાંચો: વૃદ્ધ દંપતીને ટ્રેનમાં નીચલો બર્થ ન આપવા પર રેલ્વેને મોટી ફટકાર, હવે ચૂકવવું પડશે આટલા લાખનું વળતર