લો બોલો હવે Kangana Ranaut કહે છે કે, BJPને સમર્થન એટલે ભારતનું સમર્થન, મોદી કે અન્યને નહી

કંગનાએ લખ્યું - મમતા પોતાના છેતરપિંડી કરનારા લોકોને બચાવવા માટે પોતે સીબીઆઈ ઓફિસમાં પહોચી ગઈ હતી. લોકડાઉન તોડીને 1000 ટીએમસી લોકો સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા. સુરક્ષા જવાનો પર પથ્થર ફેક્યા.

લો બોલો હવે Kangana Ranaut કહે છે કે, BJPને સમર્થન એટલે ભારતનું સમર્થન, મોદી કે અન્યને નહી
Kangana Ranaut

કંગના રનૌત ભલે ટ્વિટર પરથી બેદખલ થઈ ચુકી છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેમનું વલણ અને રીતભાત એવુ જ છે. કંગના કેટલાક ખાસ મુદ્દાઓ પર ઇન્સ્ટા સ્ટોરીનાં માધ્યમ દ્વારા સતત પોતાની વાત રાખી રહી છે. તાજેતરમાં, ગંગા નદીમાં તરતા મૃતદેહોની તસવીરો પર કંગના ગુસ્સે થઈ હતી. હવે કંગનાએ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા રાજકીય અશાંતિ અંગે મુખ્યમંત્રી સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સોમવારે કંગનાએ કોલકાતામાં સીબીઆઈ ઓફિસની સામે મમતા બેનર્જીના હોબાળો અંગે કંગનાએ સખત શબ્દોમાં ઇન્સ્ટા સ્ટોરી દ્વારા પોતાની વાત રાખી હતી.

કંગનાએ લખ્યું – મમતા પોતાના છેતરપિંડી કરનારા લોકોને બચાવવા માટે પોતે સીબીઆઈ ઓફિસમાં પહોચી ગઈ હતી. લોકડાઉન તોડીને 1000 ટીએમસી લોકો સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા. સુરક્ષા જવાનો પર પથ્થર ફેક્યા. કંગનાએ અંતે તંજ કસતા લખ્યું – પશ્ચિમ બંગાળ ‘પ્રજાતંત્રની સંરક્ષક’ મમતા હેઠળ છે.

એક બીજી સ્ટોરીમાં કંગનાએ એક ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું – લોકોએ સમજવું જોઈએ, જ્યારે આપણે ભાજપને સમર્થન આપીએ છીએ તો ભારતને ટેકો આપીએ છીએ, મોદી કે બીજા કોઈને નહીં … આ ફક્ત રાષ્ટ્રવાદ અને ગૈર- રાષ્ટ્રવાદનો મુકાબલો છે.

 

આ પહેલા કંગનાએ એક વીડિયો દ્વારા ગંગામાં તરતી લાશો અને વર્તમાન પરિસ્થિતિમાં વિરોધી પક્ષોના ધાંધલ ધમાલ પર સવાલ ઉઠાવ્યા હતા.

કંગનાએ કહ્યું- ” આ દેશ પર ભલે કોઈ આપત્તિ આવે, યુદ્ધ આવે કે રોગચાળો આવે .. કેટલાક લોકો એવા પણ છે જેઓ, વાંદરા-મદારીનો તમાશો જોવે છે, બાજુ પર ઉભા રહે છે.” ઉમ્મીદ કરે છે કે આ દેશ પડે અને તેઓ તમાશો જુએ. આ વસ્તુનો આનંદ માણે. જેવું આપણે કોરોના કાળમાં જોઈએ છીએ. એક વૃદ્ધ મહિલા શેરી પર બેઠી ઓક્સિજન લઈ રહી હતી.

આ ઈમેજને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવામાં આવી હતી. ખબર પડી કે આ ઈમેજ કોરોના કાળની નથી. ગંગામાં લાશો તરી રહી છે, ખબર પડી કે આ તસ્વીરો નાઇજીરીયાના છે. અહીંના કેટલાક લોકો આપણને પીઠમાં છરો ઘોપી રહ્યા છે. તેઓ કોઈ જાતિ કે વિશેષ ધર્મના નથી. તે પાત્રો દરેક જગ્યાએ જોવા મળે છે.”

તમને જણાવી દઈએ કે, કંગનાનું ટ્વિટર એકાઉન્ટ વાંધાજનક અને ભડકાઉ ટ્વીટ્સને કારણે કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ પછી, તે ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે. જોકે, આ પ્લેટફોર્મ પર તેને પણ એક ઝટકો લાગી ચુક્યો છે. ઇન્સ્ટાગ્રામએ કંગનાનો એ વિડિઓ પ્લેટફોર્મ પરથી દૂર કર્યો હતો, જે તેમણે કોવિડ -19 સંક્રમિત થયા પછી પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં કંગનાએ કોરોનાને સામાન્ય ફ્લૂ ગણાવ્યો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati