જમાખોરો પર ખુબ ભડકી Kangana Ranaut, બોલી- દેશને ઓક્સિજનથી વધારે માનવતાની જરૂરત

કંગના રનૌત ટ્વીટર એકાઉન્ટને સસ્પેન્ડ કરાયા બાદથી વધુ આક્રમક બની ગઈ છે. કંગના હવે પોતાનો મુદ્દો રાખવા માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહી છે. જે નીડરતાથી બોલવા માટે તે જાણીતી છે તે જ પરિચય આપતા કંગનાએ ઓક્સિજન સિલિન્ડરોની જમાખોરી કરવાવાળા પર ખુબ બોલી.

જમાખોરો પર ખુબ ભડકી Kangana Ranaut, બોલી- દેશને ઓક્સિજનથી વધારે માનવતાની જરૂરત
Kangana Ranaut (File Image)
Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

May 08, 2021 | 5:02 PM

કંગના રનૌત ટ્વીટર એકાઉન્ટને સસ્પેન્ડ કરાયા બાદથી વધુ આક્રમક બની ગઈ છે. કંગના હવે પોતાનો મુદ્દો રાખવા માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહી છે. જે નીડરતાથી બોલવા માટે તે જાણીતી છે તે જ પરિચય આપતા કંગનાએ ઓક્સિજન સિલિન્ડરોની જમાખોરી કરવાવાળા પર ખુબ બોલી. કંગનાએ કહ્યું કે ‘ભારતને વધારે ઓક્સિજનની જરૂર નથી, તેને ભગવાનના ડરની જરુરત છે. શરમ આવે છે આ ગીધ પર.’

પોતાની બીજી પોસ્ટમાં કંગનાએ લખ્યું છે કે આ દેશમાં ઘણા બધા ચોરો છે, આ દેશને ઓક્સિજનની જરૂર નથી ઈમાનદારીની જરુરત છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં તેમની સામે પશ્ચિમ બંગાળના ઉલ્ટાડાંગામાં એક એફઆઈઆર નોંધાઈ હતી. આ એફઆઈઆર ટીએમસી નેતા ઋજુ દત્તા દ્વારા દાખલ કરવામાં આવી હતી અને તેમણે કંગના પર રાજ્યમાં રમખાણો ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. કંગનાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને ફરી એક વખત તે ચર્ચામાં આવી ગઈ છે.

કંગનાએ કહ્યું કોઈથી ડરતી નથી

કંગનાએ કહ્યું કે તે આ એફઆઈઆરથી ડરતી નથી. આ સિવાય કંગનાએ ફરી મમતા બેનર્જી વિરુદ્ધ વાત કરી છે. કંગના રનૌતે કહ્યું હતું કે, “રસપ્રદ વાત એ છે કે મમતા બેનર્જી જે ખુલ્લેઆમ લોકોને મારી રહી છે, જેમણે તેને વોટ નથી આપ્યા, તે મારા પર કોમી હિંસાનો આરોપ લગાવી રહી છે.” મમતા બેનર્જી, આ તમારા અંતની શરૂઆત છે. આખો દેશ જોઈ રહ્યો છે તમારો હાથ નિર્દોષ લોકોના લોહીથી રંગાયેલો છે. તમે મને ડરાવી શકતા નથી અને એફઆઈઆર કરીને મારો અવાજ બંધ કરી શકતા નથી.’

View this post on Instagram

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

સસ્પેન્ડ થઈ ચુક્યુ ટ્વીટર એકાઉન્ટ

કંગનાએ બંગાળની હિંસા અંગે ટ્વીટર પર ઘણી પોસ્ટ કરી હતી. એક ટ્વીટમાં તેણે લખ્યું કે, હું ખોટી હતી, તે રાવણ નથી. તે તો સૌથી સારો રાજા હતો, વિશ્વમાં સૌથી સારો દેશ બનાવ્યો, મહાન સંચાલક હતો, વિદ્વાન હતો અને વીણા વગાડવા વાળો અને તેની પ્રજાનો રાજા હતો, તે તો ખુનની પ્યાસી રાક્ષસી તાડકા છે. જે લોકોએ તેમના માટે મત આપ્યા, લોહીથી તમારો હાથ પણ રંગાયેલા છે. તેમણે હિંસાનો વીડિયો પણ પોસ્ટ કર્યા હતો, જેના પછી તેનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું.

આ પણ વાંચો: દરેક બાબતે પોતાનો ઓપિનિયન આપતી કંગના માત્ર આટલા જ ધોરણ ભણેલી છે, માન્યામાં નહીં આવે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati