ધમકી મળ્યા બાદ કંગના રનૌતે નોંધાવી FIR, પોસ્ટમાં લખ્યું- ‘હું હંમેશા આતંકવાદીઓ વિરુદ્ધ બોલીશ’

Kangana Ranaut Post: કંગના રનૌતે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તેને પંજાબમાં ધમકીઓ મળી રહી છે. કંગનાએ લખ્યું કે તેણે આ માટે FIR પણ નોંધાવી છે. જાણો અભિનેત્રીએ શું લખ્યું...

ધમકી મળ્યા બાદ કંગના રનૌતે નોંધાવી FIR, પોસ્ટમાં લખ્યું- 'હું હંમેશા આતંકવાદીઓ વિરુદ્ધ બોલીશ'
KANGANA RANAUT

કંગના રનૌત ( Kangana Ranaut) સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનોને કારણે અવારનવાર વિવાદોમાં રહે છે. કંગના રનૌતે હવે લખ્યું છે કે તેને ધમકીઓ મળી રહી છે. કંગનાનું કહેવું છે કે એક વ્યક્તિએ તેને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું,છે કે, ‘મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના શહીદોને યાદ કરીને મેં લખ્યું કે દેશદ્રોહીઓને ક્યારેય માફ કરશો નહીં કે ભૂલશો નહીં. આ પ્રકારની ઘટનામાં દેશના આંતરિક ગદ્દારોનો હાથ છે. દેશદ્રોહીઓએ ક્યારેય પૈસાના લોભમાં તો ક્યારેક પદ અને સત્તાના લોભમાં ભારત માતાને કલંકિત કરવાની એક પણ તક છોડી નથી. જયચંદ અને દેશદ્રોહીઓ ષડયંત્ર રચીને દેશવિરોધી શક્તિઓને મદદ કરતા રહ્યા, ત્યારે જ આવી ઘટનાઓ બને છે.

ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી કંગનાએ પોસ્ટમાં આગળ લખ્યું, ‘દેશના આંતરિક જયચંદ અને ગદ્દારો ષડયંત્ર રચીને રાષ્ટ્રવિરોધી શક્તિઓને મદદ કરતા રહ્યા, ત્યારે જ આવી ઘટનાઓ બને છે. મારી આ પોસ્ટ પર મને આતંકી દળો તરફથી સતત ધમકીઓ મળી રહી છે. ભટિંડાના એક ભાઈએ મને મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી છે. હું આવા શિયાળ કે ધમકીઓથી ડરતી નથી. હું હંમેશા દેશ અને આતંકવાદી શક્તિઓ વિરુદ્ધ ષડયંત્ર કરનારાઓ વિરુદ્ધ બોલીશ.

લોકશાહી આપણી તાકાત છે કંગના રનૌતે આગળ લખ્યુ છે કે, ‘ભલે નિર્દોષ સૈનિકોના હત્યારા નક્સલવાદી હોય, ટુકડે ટુકડે ગેંગ હોય કે એંસીના દાયકામાં પંજાબમાં ગુરુઓની પવિત્ર ભૂમિને કાપીને ખાલિસ્તાન બનાવવાનું સપનું જોનારા વિદેશમાં બેઠેલા આતંકવાદીઓ હોય. લોકશાહી આપણા દેશની સૌથી મોટી તાકાત છે. સરકાર કોઈપણ પક્ષની હોય, પરંતુ અખંડિતતા, એકતા અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ અને વિચારોની અભિવ્યક્તિનો મૂળભૂત અધિકાર આપણને બાબાસાહેબ આંબેડકરના બંધારણે આપ્યો છે.

આ પણ વાંચોઃ

સારા અલી ખાનના બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો, જુઓ આ પછી અભિનેત્રીએ શું કર્યું

આ પણ વાંચોઃ

પાકિસ્તાની મોડલે વાંધાજનક ફોટો ડિલીટ કરીને માંગી માફી, કરી દીધુ હતું આ ખોટું કામ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati