માતા બન્યા બાદ ડિપ્રેશનમાંથી પસાર થઈ હતી કલ્કી કોચલિન, કહ્યું જ્યારે પોતાના શરીરથી થવા લાગી હતી ચીડ

કલ્કી કોચલિન (Kalki Koechlin) બોલિવૂડની સૌથી બેબાક અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. ગયા વર્ષે 7 ફેબ્રુઆરીએ તેમણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. તે તેના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગના સંતાનની માતા છે. કલ્કી પોતાનો ગર્ભાવસ્થાનો સમય યાદ કરે છે

માતા બન્યા બાદ ડિપ્રેશનમાંથી પસાર થઈ હતી કલ્કી કોચલિન, કહ્યું જ્યારે પોતાના શરીરથી થવા લાગી હતી ચીડ
Kalki Koechlin
Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

May 08, 2021 | 8:05 PM

કલ્કી કોચલિન (Kalki Koechlin) બોલિવૂડની સૌથી બેબાક અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. ગયા વર્ષે 7 ફેબ્રુઆરીએ તેમણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. તે તેના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગના સંતાનની માતા છે. કલ્કી પોતાનો ગર્ભાવસ્થાનો સમય યાદ કરે છે અને કહે છે કે તે કેવી રીતે ડિપ્રેશનમાંથી પસાર થઈ હતી.

તેમનું કહેવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ હોય છે, પરંતુ તે અંગે વાત કરવામાં આવતી નથી. કલ્કી આ દિવસોમાં પોતાનો મોટાભાગનો સમય વાંચવામાં પસાર કરે છે. ટૂંક સમયમાં જ તે લેખક તરીકે પુસ્તકોની દુનિયામાં પગ મૂકશે અને માતા બનવાના પોતાના અનુભવો શેર કરશે.

માતૃત્વ દરમિયાન મુશ્કેલીઓ

એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કલ્કી કહે છે કે ‘હું તેને મારા જીવનમાં યાદગાર સંસ્મરણ તરીકે જોતી નથી, પરંતુ તે એક નાની પણ નવી શરૂઆત છે. મેં આ લખ્યું તેનું મોટુ કારણ એ છે કે મેં જોયું કે ખૂબ ઓછા લોકો છે જે ગર્ભાવસ્થા અને માતા બનવાની મુશ્કેલીઓ વિશે વાત કરે છે. આપણે ફક્ત સાંભળ્યું છે કે તે ખૂબ જ સુખદ અનુભવ હોય છે. ચોક્કસપણે તે છે પરંતુ એક વ્યક્તિએ શારીરિક અને માનસિક ફેરફારો પણ જોવાના હોય છે. લોકોને લાગે છે કે જો તમે માતા બનવાના તમારા કડવા અનુભવોને કહો તો તે તમને તમારા બાળકથી દૂર કરે છે. ‘

View this post on Instagram

A post shared by Kalki (@kalkikanmani)

શરીરથી થવા લાગી હતી ચીડ

કલ્કી પુસ્તક લખવાના વિચાર પર કહે છે કે ‘આની શરુઆત ત્યારે થઈ જ્યારે ઉલટી થવાના કારણે મારી ખરાબ હાલત હતી. અચાનક જાણે મેં મારી બધી શક્તિ ગુમાવી દીધી હોય. કંઈ પણ યોગ્ય રીતે વિચારી નહોતી શકતી અને કામ કરવામાં અસમર્થ હતી. મને મારા શરીરથી ચીડ થઈ રહી હતી, કારણ કે તે હંમેશા ઘણું થકાવી દેવાવાળુ હતું. હું મારી સંપૂર્ણ ક્ષમતા સાથે કામ નહોતી કરી શકતી.’

ડિપ્રેશનથી પણ પસાર થઈ

કલ્કી કહે છે કે ‘હું પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી અને તેને ખૂબ થાકવટ તરીકે ન કહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દર બે કલાકમાં જાગી જાય, દરરોજ રાતે અને આખો દિવસ જાગતો રહે તો તેને ડિપ્રેશન થઈ જાય છે. ઊંઘનો અભાવએ ત્રાસ આપવાના સ્વરૂપમાં છે. લોકો આના વિશે વાત કરતા નથી કે આ કેટલું મુશ્કેલ છે . ‘

View this post on Instagram

A post shared by Kalki (@kalkikanmani)

લોકો સમજે છે અને સ્વીકાર કરે

કલ્કી કહે છે કે ‘ઘણી વખત હું પોતાને એકલી અનુભવતી હતી. અમે લોકડાઉનમાં હતા અને અમે લોકોને મળી શકતા નહોતા. તેથી મને ખબર નથી કે આ સામાન્ય છે કે નહીં. શું દરેક સ્ત્રી આમાંથી પસાર થાય છે? જો દરેક સ્ત્રી તેનામાંથી પસાર થાય છે તો તે શા માટે તે વિશે વાત કરતી નથી. મને આયરનની ભારી તંગી થઈ ગઈ હતી. મારી થેરેપિસ્ટ અને ગાયનોકોલોજિસ્ટે મદદ કરી. તે જરુરી છે કે લોકો જાણે આવું ઘણી વાર થાય છે અને તેનાથી વધું કે તેને સ્વીકાર કરે. ‘

આ પણ વાંચો: Ankita Lokhande એ કોરોના વેક્સિન લગાવામાં કર્યું જબરદસ્ત નાટક, Video જોઈને બોલ્યા લોકો – ‘એક્ટીંગ ચાલુ છે’

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati