તાજેતરમાં મુંબઈ (Mumbai) ખાતે ‘ગ્રાઝિયા એવોર્ડ્સ 2022’ (Grazia Awards 2022) ઈવેન્ટનું આયોજન થયું હતું. જેમાં બોલિવુડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. આ ઈવેન્ટ નાઈટમાં ‘મિલેનિયમ સ્ટાર’ જાહ્નવી કપૂરે (Jahnvi Kapoor) પણ હાજરી આપી હતી. આ શાનદાર નાઈટ માટે ‘ગુંજન સક્સેના’ અભિનેત્રીએ સિલ્વર સિક્વીન બોડીકોન સ્ટ્રેપી ડ્રેસ પર તેની પસંદગી ઉતારી હતી. આ લૂક અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે અમુક નેટિઝન્સને જાહ્નવીની આ ફેશન ચોઈસ બિલકુલ પણ પસંદ આવી નથી, જેથી જાહ્નવી ફરી ટ્રોલ્સનો શિકાર બની છે.
View this post on Instagram
બોલિવૂડની અદભૂત અને ઉભરતી અભિનેત્રી જાહ્નવી કપૂર તેની કારકિર્દીની સફળતાનો આનંદ માણી રહી છે. તેની બહેન શનાયા કપૂર બાદ તે પણ ટ્રોલરનો શિકાર બની હતી. જાહ્નવી હાલમાં જ ગ્રેઝિયા મિલેનિયલ એવોર્ડ્સના રેડ કાર્પેટ પર પહોંચી હતી. જાહ્નવીએ આ ઈવેન્ટમાં પોતાના ગ્લેમરસ અંદાજથી આગ લગાવી દીધી હતી. પરંતુ કમનસીબે અભિનેત્રીએ કિમ કાર્દાશિયનની શૈલીની નકલ કરવા બદલ ટ્રોલ્સનો સામનો કરવો પડ્યો હતો.
View this post on Instagram
આ પૂર્વે, લેક્મે ફેશન વીકમાં તેના ડેબ્યુ દરમિયાન જાહ્નવીની બહેન શનાયા કપૂરને તેની ડેબ્યુ ફિલ્મની રિલીઝ પહેલા જ શોસ્ટોપર બનવા બદલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.
View this post on Instagram
ગ્રેઝિયા એવોર્ડ્સના રેડ કાર્પેટ પર તેણીએ તેના અદભૂત ફ્લોર-લેન્થ આઉટફિટને મેટાલિક મેક-અપ અને સ્લીક બેક પોનીટેલ કેરી કરી હતી. જાહ્નવીએ હાઈ હીલ્સ સાથે તેના આ શાનદાર લુકને કમ્પલિટ કર્યો હતો. અમે તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂરને પોપ્યુલર ચોઈસ – મોસ્ટ લવ્ડ મિલેનિયલ એવોર્ડથી નવાજવામાં આવી હતી.
View this post on Instagram
ઇન્ટરનેટ પર જાહ્નવીની તસવીરો સામે આવ્યા પછી એક યુઝરે પૂછ્યું, “તે કિમ કાર્દાશિયન જેવી કેમ દેખાઈ રહી છે?”, જ્યારે બીજાએ તેણીને ‘ભારતીય કિમ કાર્દાશિયન’ કહી. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું હતું કે, “તે કિમ કાર્દાશિયન જેવી દેખાવાનો પ્રયાસ કરે છે અને તે ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ રહી છે” એક નેટીઝને એમ પણ કહ્યું કે, “કિમ કાર્દાશિયનને ફોલો કરવાના ચક્કરમાં છે.”
View this post on Instagram
આ પૂર્વે જાન્હવીને નેપો કિડ હોવાના કારણે ટ્રોલ પણ કરવામાં આવી હતી. તેણીની તસવીરો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, “તે જોવાનું આશ્ચર્યજનક છે કે જે લોકો અભિનય કૌશલ્યથી ખૂબ નબળા છે તેઓ કેવી રીતે આટલા મોટા એવોર્ડઝ મેળવે છે,” જ્યારે બીજાએ કહ્યું કે “નેપોટિઝમ એવોર્ડ. ફક્ત બેલી ડાન્સ જ કરો.” એક યુઝરે લખ્યું કે, “શાના માટે આ એવોર્ડ્ મળે છે? તેણીનો અભિનય સૌથી ખરાબ જોવા મળ્યો છે.” જ્યારે એક યુઝરે તો એમ લખી નાખ્યું કે, ”હજારો રૂપિયા ખર્ચીને તે જે પ્લાસ્ટિક સર્જરી કરવી છે, એ અમારા જેવા સામાન્ય લોકોને પોસાતું નથી.’
જો કે, વર્ક ફ્રન્ટ પર જાહ્નવી કપૂર રાજકુમાર રાવ સાથે દોસ્તાના 2, ગુડ લક જેરી, મિલી, અને મિસ્ટર એન્ડ મિસિસ માહી સહિતના પ્રોજેક્ટ્સની રસપ્રદ લાઈનઅપ જોવા મળી રહી છે.
આ પણ વાંચો – New Film: વરુણ ધવન અને જ્હાનવી કપૂર પેરિસમાં ‘બવાલ’નું કરશે શૂટિંગ, જાણો સંપૂર્ણ વિગતો