Jacqueline Fernandezએ ફરીથી કરી મુંબઈ પોલીસની મદદ, અભિનેત્રીથી પ્રભાવિત થઈ પૂરી ફોર્સ, વાંચો ટ્વીટ

અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસ ( Jacqueline Fernandez ) હાલમાં સતત ચર્ચામાં રહે છે. જ્યાં તાજેતરમાં જ તેમણે મુંબઈ પોલીસ (Mumbai Police)ને રેઈનકોટ અને અન્ય સુરક્ષા ગાર્ડ મોકલ્યા છે.

Jacqueline Fernandezએ ફરીથી કરી મુંબઈ પોલીસની મદદ, અભિનેત્રીથી પ્રભાવિત થઈ પૂરી ફોર્સ, વાંચો ટ્વીટ
Jacqueline Fernandez
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 23, 2021 | 8:50 PM

બોલિવૂડની સુંદર અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસ ( Jacqueline Fernandez ) હાલમાં સતત ચર્ચામાં રહે છે. જ્યાં તાજેતરમાં જ તેમણે મુંબઈ પોલીસ (Mumbai Police)ને રેઈનકોટ અને અન્ય સુરક્ષા ગાર્ડ મોકલ્યા છે. આવી સ્થિતિમાં હવે મુંબઈ પોલીસે અભિનેત્રીનો આભાર માન્યો છે. જે બાદ અભિનેત્રી ખૂબ ખુશ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

મુંબઈ પોલીસે આ ખાસ ટ્વીટમાં લખ્યું છે કે, હવે જૂન મહિનો નજીક આવી રહ્યો છે. જ્યાં મુંબઈમાં વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે. અમે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસનો આભાર માનીએ છીએ. જેમણે અમને રેઈનકોટ અને અન્ય સુરક્ષા ગાર્ડ મોકલ્યા છે. એક્ટ્રેસની યોલો ફાઉન્ડેશને ખૂબ સારું કામ કર્યું છે. આ અમને અમારી પર્સનલ સેફ્ટી માટે ખૂબ ઉપયોગી થશે.”

જેક્લીન ફર્નાન્ડીસ શરૂઆતથી જ લોકો માટે કામ કરી રહી છે. જ્યાં છેલ્લા ઘણા દિવસોથી અભિનેત્રી અનેક એનજીઓ સાથે મળીને લોકોની મદદ કરી રહી છે. તાજેતરમાં જ તેમણે મુંબઈની રોટી બેંક સાથે મળીને 1 લાખથી વધુ લોકોને ભોજન પહોંચાડવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, તેમણે ફેનલાઈન ફાઉન્ડેશન સાથે રસ્તા પરના નિરાધાર પ્રાણીઓને ભોજન આપવાનું કામ પણ કર્યું છે.

તેમણે પુણે પોલીસ તરફ મદદનો હાથ પણ લંબાવ્યો હતો. અભિનેત્રીએ સતત સલમાન ખાન (Salman Khan)ની એનજીઓ બિઈંગ હ્યુમન સાથે મળીને પણ પહેલા આવા કામ કરી ચુકી છે. જ્યાં તે ગયા વર્ષે સલમાનની સાથે મળીને પણ લોકો માટે કામ કરી રહી હતી. અભિનેત્રીએ ઘણા લોકોને ખોરાક પહોંચાડવાનું કામ કર્યું હતું.

જેક્લીન ફર્નાન્ડીસની ફિલ્મો વિશે વાત કરીએ તો અભિનેત્રી ખૂબ જ જલ્દી આપણને અક્ષય કુમાર (Akshay Kumar) સાથે રામ સેતુ (Ram Setu)માં જોવા મળશે. અભિનેત્રીએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુ હતું, પરંતુ અક્ષય કુમાર સહિત ફિલ્મના સેટ પર ઘણા લોકોને કોરોના થઈ ગયો હતો.

ત્યારબાદ આ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) પણ જેક્લીન ફર્નાન્ડીસ સાથે જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક શર્મા કરશે અને નિર્માણ અરુણા ભાટિયા અને વિક્રમ મલ્હોત્રા કરશે.

આ પણ વાંચો: Janta Darbar Pics : Sonu Soodની બિલ્ડીંગમાં સામાન્ય લોકો માટે લાગ્યો ‘જનતા દરબાર’, ડોક્યૂમેન્ટ સાથે પહોંચ્યા પીડિતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">