ભાઇના મૃત્યુ પહેલા જૈકીના જ્યોતિષી પિતાએ કરી હતી ભવિષ્યવાણી, એક્ટરનો મોટો ખુલાસો

ભાઇના મૃત્યુ પહેલા જૈકીના જ્યોતિષી પિતાએ કરી હતી ભવિષ્યવાણી, એક્ટરનો મોટો ખુલાસો
Jackie Shroff astrologer father had predicted something bad before his brother death

જેકી શ્રોફે ટ્વિંકલને જણાવ્યું કે કેવી રીતે તેના જ્યોતિષી પિતાએ તેના ભાઈના મૃત્યુ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે આજે કંઈક ખરાબ થવાનું છે. તેણે તેના ભાઈને પણ ચેતવણી આપી હતી.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 26, 2021 | 4:41 PM

જેકી શ્રોફ (Jackie Shroff’) બોલિવૂડના (Bollywood) પીઢ અભિનેતા છે. તેણે પોતાના દમદાર અભિનયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. હાલમાં જ ટ્વિંકલ ખન્ના સાથેની વાતચીત દરમિયાન તેણે, તેના જીવન સાથે જોડાયેલો મોટો ખુલાસો કર્યો છે. તેણે ટ્વિંકલને કહ્યું કે કેવી રીતે તેના જ્યોતિષી પિતાએ તેના ભાઈના મૃત્યુ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે આજે કંઈક ખરાબ થવાનું છે. તેણે તેના ભાઈને ચેતવણી પણ આપી હતી, પરંતુ તેમ છતાં તેનો ભાઈ એક અકસ્માતમાં આ દુનિયા છોડી ગયો.

ટ્વિંકલ સાથે વાત કરતા જેકીએ જણાવ્યુ કે મે ભાઇને કીધું હતુ દિવસ આજે ખરાબ, સેન્ચ્યુરી મિલ્સમાં કામ કરવા માટે આજે બહાર ન જા. તે એક ચક્કીમાં કામ કરતો હતો. તેણે કહ્યું, તેણે વાત માની લીધી અને નહીં ગયો પરંતુ દરિયામાં ડૂબતી કોઇ વ્યક્તિને બચાવવા તે દરિયામાં કૂદી ગયો એ વિચાર્યા વગર કે એને તરતા નથી આવડતું.

“જ્યારે તેમણે કહ્યું કે દિવસ ખરાબ છે, તે દિવસે મારો ભાઇ મૃત્યુ પામ્યો. તેમણે મને કહ્યું કે હું એક્ટર બનીશ, હું એક્ટર બની ગયો છું. તેઓ અંબાણી પરિવારની ખૂબ નજીક હતા અને તેમણે કોકિલા બેનને કહ્યું હતુ કે, ‘તમારા પતિ એક દિવસ મોટા માણસ બનશે. ધીરુભાઈ કહેતા હતા કે આ સાંભળીને તેઓ પાગલ થઈ ગયા હતા.

ટ્વિંકલ ખન્નાએ તેના અંગ્રેજી ઉચ્ચાર માટે જેકીના વખાણ પણ કર્યા હતા, જેના જવાબમાં તેણે કહ્યું હતું કે મારો જન્મ મુંબઈમાં થયો છે અને સ્થાનિક લોકો દ્વારા આ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. કમનસીબે મેં 11મા ધોરણથી આગળનો અભ્યાસ કર્યો નથી.

ટ્વિંકલે તેમને એમ પણ પૂછ્યું કે શું તે ફિલ્મ રંગીલા માટે યોગ્ય લુક મેળવવા માટે ખૂબ જ ઉત્સુક હતા? અભિનેતાએ તેના જીવનમાં ડાયેટિંગનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જો ચહેરો ચાલી જાય તો કોઈને પેટ-વજન દેખાતું નથી. આ વાતચીતમાં જેકીએ પોતાના જીવનના અનુભવને ખુલ્લેઆમ શેર કર્યા છે. તેમણે કહ્યું કે લોકો જ્યોતિષની મજાક ઉડાવે છે પરંતુ તેના પિતાની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. તમને જણાવી દઈએ કે ટ્વિંકલ તેના Tweak India પ્લેટફોર્મ પર ઘણા સેલેબ્સ સાથે વાત કરે છે. આ તેમનું અંગત પ્લેટફોર્મ છે જે ખૂબ જ સફળતા સાથે ચાલી રહ્યું છે.

આ પણ વાંચો –

Best Hill Stations : શું તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો ? શિયાળામાં ફરવા માટે આ હિલ સ્ટેશનો છે બેસ્ટ

આ પણ વાંચો –

મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સેનામાં બે ભાગલા, અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય જોડાતા રાજકારણ ગરમાયુ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati