Item Number: મિથુન ચક્રવર્તી ફરી બતાવશે પોતાના ડાન્સની કુશળતા, પુત્ર Namashi Chakraborty માટે શૂટ કર્યું ગીત

નમાશી બોલિવૂડમાં જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ બેડ બોયથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તેમની સાથે સ્ક્રીન શેર કરવા જR રહી છે નિર્માતા સાજિદ કુરેશીની પુત્રી અમરીન કુરેશી 'બેડ બોય' એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.

Item Number: મિથુન ચક્રવર્તી ફરી બતાવશે પોતાના ડાન્સની કુશળતા, પુત્ર Namashi Chakraborty માટે શૂટ કર્યું ગીત
Amrin Qureshi, Mithun Chakraborty, Namashi Chakraborty
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jul 15, 2021 | 10:51 PM

ક્યારેક કોઈ ફિલ્મના મોટા સુપરસ્ટારની ટૂંકી ઝલક ફિલ્મને સફળ બનાવવા માટે કામ કરી શકે છે. કદાચ આ વિચારીને ડાયરેક્ટર રાજકુમાર સંતોષીએ તેમના આગામી પ્રોજેક્ટ ‘બેડ બોય’માં કરાવી છે મિથુન ચક્રવર્તીની એન્ટ્રી, જે આ ફિલ્મના ગીત ‘janab-E-ali’માં જોવા મળશે. જેની કેટલીક તસ્વીરો સામે આવી છે. રામોજી ફિલ્મસિટીમાં શૂટ થઈ રહેલા ગીતની કોરિયોગ્રાફી કરી રહ્યા છે, કોરિયોગ્રાફર પિયૂષ ભગત અને શાઝિયા સામાજી. આ ગીતમાં મુખ્ય કલાકારોની સાથે મિથુન ચક્રવર્તી પણ મોટા પડદા પર આવશે.

મિથુનના મોટો પુત્ર મહાઅક્ષય ઉર્ફે મીમોહ બાદ હવે તેમનો નાનો પુત્ર નમાશી ચક્રવર્તી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. નમાશી બોલિવૂડમાં જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ બેડ બોયથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તેમની સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે નિર્માતા સાજીદ કુરૈશીની પુત્રી અમરીન કુરૈશી (Amrin Qureshi) ‘બેડ બોય’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.

નમાશીને મળ્યો મિથુનનો સાથ

મિથુન તેમના પુત્ર નમાશી અને અભિનેત્રી અમરીન સાથે તાલથી તાલ મેળવતા જોવા મળશે. સામે આવેલી તસ્વીરોમાં નમાશી મિથુનને ગળે લગાવેલી જોવા મળી રહ્યા છે. બંનેનું બોન્ડિંગ ખૂબ જ રોમાંચ કરવાવાળુ લાગી રહ્યું છે. જ્યારે મિથુનના મોટા દીકરા મીમોહની કારકીર્દિમાં કોઈ કમાલ બતાવી શક્યા નથી, ત્યારે મિથુન નાના પુત્રની કારકિર્દીનો માર્ગ પાર કરાવવા તેમની સાથે આવ્યા હોવાનું લાગે છે. તેથી જ લાંબા સમયથી મોટા પડદેથી ગાયબ રહેલા મિથુન પાછા ફરવા માટે તૈયાર છે.

ડેબ્યૂ પહેલા પિતા સાથે તુલના શરૂ

ફિલ્મ ‘બેડબોય’નું પોસ્ટર રજૂ થયું ત્યારે સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને બોલિવૂડના સુલતાન સલમાન ખાન તરફથી નમાશીને શુભેચ્છાઓ મળી તો ત્યાં સોશિયલ મીડિયા પર યુઝર્સે નમાશીની તેમના પિતા સાથે સરખામણી શરૂ કરી દીધી. કોઈએ કહ્યું કે ‘શું તે તેમના પિતાની જેમ બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવી શકશે’? અથવા ‘ ભાઈની જેમ તેમની કારકીર્દિ રહેશે ફ્લોપ’.

સાથે તેમના ડાન્સ પર પણ સવાલો ઉભા થયા હતા કારણ કે નમાશી પણ એક સારા ડાન્સર છે, તેથી આવી સ્થિતિમાં તેમને કહેવામાં આવ્યું કે શું તે તેમના પિતાની જેમ ‘ડિસ્કો કિંગ’ જેવી પદવી મેળવી શકશે કે કેમ. ત્યારે નમાશીએ ટ્રોલરોને જવાબ આપતા કહ્યું કે જો તમને ફિલ્મમોમાં કામ કરવા પર સફળતા પણ મળી શકે છે અને સાથે નિષ્ફળતા પણ. બંને બાબતો સંપૂર્ણપણે અભિનેતા પર અવલંબિત કરે છે, પરંતુ આ બધાની વચ્ચે તમારી જાત પર વિશ્વાસ રાખવો અને હિંમત ન ગુમાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે હવે જોવાનું એ છે કે નમાશી માટે તેમના પિતાનો કેમિયો કેટલો ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચો: Kareena Kapoor Baby Boy Photo: ચાહકોએ જોઈ Kareena Kapoorના નાના પુત્ર જેહની ઝલક, ક્યુટનેસમાં તૈમૂરને પણ આપે છે ટક્કર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati