Ananya Pandayના જન્મદિવસ પર ઈશાન ખટ્ટરે લખ્યો કંઈક આવો મેસેજ, સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહી છે વાયરલ

ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. દરમિયાન અનન્યાના જન્મદિવસ પર ઈશાને અભિનેત્રી માટે એક ખાસ પોસ્ટ કરી છે, જેના પછી તેમના સંબંધોના સમાચારને વધુ હવા મળી છે.

Ananya Pandayના જન્મદિવસ પર ઈશાન ખટ્ટરે લખ્યો કંઈક આવો મેસેજ, સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહી છે વાયરલ
Ishaan Khatter, Ananya Panday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 11:24 PM

બોલિવૂડની યુવા અને પ્રતિભાશાળી અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday)નો આજે જન્મદિવસ છે. અનન્યાના જન્મદિવસ પર તમામ સેલેબ્સ અને ફેન્સ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તે જ સમયે, અનન્યાના રયૂમર્ડ બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટરે (Ishaan Khatter) આ ખાસ દિવસે અભિનેત્રી માટે એક પોસ્ટ શેર કરી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઈશાને અનન્યાના 2 ફોટા શેર કર્યા છે. એક અનન્યાનો ક્લોઝઅપ ફોટો છે અને બીજા ફોટોમાં અનન્યા ફ્લોરલ સ્કર્ટ અને ટોપ પહેરેલી જોવા મળે છે. તસ્વીરો શેર કરતા ઈશાને લખ્યું ‘હેપ્પી કેક ડે એની પેની, ‘આશા છે સત્ય, તાકાત અને પ્રેમ હંમેશા તમારી સાથે રહે.’ ઈશાને આ મેસેજ હાર્ટ ઈમોજી સાથે લખ્યો છે.

View this post on Instagram

A post shared by Ishaan (@ishaankhatter)

તમને જણાવી દઈએ કે અનન્યા અને ઈશાને નવા વર્ષની ઉજવણી માલદીવમાં સાથે કરી હતી. બંને એક સાથે એરપોર્ટ જતા અને ત્યાંથી આવતા જોવા મળ્યા હતા. બંને માલદીવથી પોતાના સોલો ફોટો શેર કરતા હતા, પરંતુ ક્યારેય એક સાથે ફોટો શેર કર્યા નથી.

અનન્યા અને ઈશાન પણ એકબીજાના પરિવારની ખૂબ નજીક છે. અનન્યા પણ ઈશાનની ભાભી મીરા રાજપૂત સાથે પાર્ટી કરતી રહે છે. ઈશાન અને અનન્યા સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરતા રહે છે. બંને ફિલ્મ ખાલી-પીલી (Khaali Peeli)માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ પછી તેમના સંબંધોના સમાચાર આવવા લાગ્યા હતા. બંને સાથે લંચ ડિનર પર પણ જાય છે.

ગત વર્ષે અનન્યાના જન્મદિવસ પર ઈશાને કંઈક આવું જ પોસ્ટ કર્યું હતું, ત્યારબાદ તેમના સંબંધોના સમાચારને વધુ હવા મળી હતી. ઈશાને અનન્યા સાથે સન કિસ ફોટો શેર કરતા લખ્યું, હેપ્પી બર્થડે માય સનશાઈન ગર્લ. જો કે ચાહકોને પણ બંનેની જોડી ખૂબ જ પસંદ આવે છે. તેઓ બંનેને ફરીથી મોટા પડદા પર સાથે જોવા માંગે છે.

બંનેના આગામી પ્રોજેક્ટ

બંનેના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો ઈશાન ખટ્ટર ફિલ્મ ફોન ભૂત (Phone Bhoot)માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં ઈશાનની સાથે કેટરીના કૈફ (Katrina Kaif) અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) લીડ રોલમાં છે. આ સિવાય તે પિપ્પા (Pippa) ફિલ્મમાં પણ જોવા મળવાનો છે.

બીજી તરફ અનન્યા ટૂંક સમયમાં શકુન બત્રાની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અનન્યા સાથે દીપિકા પદુકોણ (Deepika Padukone) અને સિદ્ધાંત ચતુર્વેદી લીડ રોલમાં છે. આ સિવાય અનન્યા લાઈગર (Liger) ફિલ્મમાં પણ જોવા મળવાની છે. આ ફિલ્મમાં અનન્યા સાથે વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) લીડ રોલમાં છે.

આ પણ વાંચો :- Katrina Kaifએ સલમાન ખાન પર લગાવ્યા આરોપ, અભિનેતાએ આ રીતે કબૂલી પોતાની ભૂલ

આ પણ વાંચો :- રાજકુમાર-ભૂમિની ફિલ્મ ‘Badhaai Do’ આ દિવસે થશે રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે કોમેડીનો ભરપુર મસાલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">