શું સની લિયોની, આલિયા ભટ્ટ ભારતીય નથી ?? જાણો આ અફવા પાછળનું સત્ય અહીંયા

બોલીવુડમાં આજે આલિયા ભટ્ટ (Alia Bhatt) ટોચની અદાકારા ગણાય છે. પરંતુ શું તમે જાણો છે કે આલિયા ભટ્ટ એ ભારતીય નાગરિક નથી ?! જી હા, આલિયા ભટ્ટ હજુપણ કોઈ ચૂંટણીમાં મતદાન કરી શકતી નથી.

શું સની લિયોની, આલિયા ભટ્ટ ભારતીય નથી ?? જાણો આ અફવા પાછળનું સત્ય અહીંયા
Katrina, Alia, & Deepika (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 8:08 AM

તમારા મનપસંદ બોલિવૂડ (Bollywood) અભિનેતાઓ અને અભિનેત્રીઓમાં અમુક સિતારાઓ એવા છે, કે જેઓ ભારતીય (Indian Citizn) નથી. આ જાણીને તમને કદાચ આંચકો લાગી શકે છે. આજે સૌથી વધુ લોકપ્રિય બોલિવૂડ સ્ટાર્સ જેમ કે, આલિયા ભટ્ટ, (Alia Bhatt) સની લિયોની, જેકલીન ફર્નાન્ડિઝ જેવી ટોચની અભિનેત્રીઓ પણ ભારતીય નાગરિકતા ધરાવતા નથી. આજે અમે તમને એવા પ્રખ્યાત બૉલીવુડ સિતારાઓ વિશે જણાવીશું, કે જેઓ હજુ સુધી ભારતીય નાગરિક બન્યા નથી. અમે તમને જણાવી દઈએ કે, જે વ્યક્તિ પાસે ભારતીય નાગરિકતા નથી, તે કોઈપણ ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.

દીપિકા પાદુકોણ

હાલમાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં, દીપિકા પાદુકોણની ખ્યાતિ આજે દુનિયાભરમાં છે. એક જબરદસ્ત અભિનેત્રી, આકર્ષક નૃત્યાંગના અને એક અદભૂત સુંદરી, પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણની પુત્રીનો જન્મ ડેનમાર્કમાં થયો હતો. તેથી તેણી ડેનિશ નાગરિકત્વ ધરાવે છે, જોકે તેણીનો ઉછેર બેંગ્લોરમાં થયો હતો.

અક્ષય કુમાર

બોલિવૂડના ફિટનેસ આઇકોન અક્ષય કુમાર પણ ભારતીય નાગરિક નથી. તેમનો જન્મ પંજાબના અમૃતસરમાં રાજીવ હરિ ઓમ ભાટિયા તરીકે થયો હતો અને તેમનો ઉછેર દિલ્હીમાં થયો હતો. તેની પાસે કેનેડિયન પાસપોર્ટ છે અને તેણે તેની ‘માનદ કેનેડિયન નાગરિકતા’ સ્વીકાર્યા પછી ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આલિયા ભટ્ટ

બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી અને આજે એક આઇકોનિક અભિનેત્રી તરીકે વિશ્વપ્રસિદ્ધ, આલિયા ભટ્ટ વાસ્તવમાં બ્રિટિશ નાગરિક છે. બ્રિટનમાં તેની માતા સોની રાઝદાન રહેતી હતી. આલિયા ભટ્ટ પાસે પણ ભારતીય નાગરિકતા નથી.

કેટરીના કૈફ

બૉલીવુડ સુંદરી કેટરિના કૈફ બોલિવૂડ સિવાય હોલીવુડમાં પણ જાણીતી છે. તેણીનો જન્મ હોંગકોંગમાં ભારતીય કાશ્મીરી પિતા અને બ્રિટિશ માતાને ત્યાં થયો હતો. કેટરીના કૈફ પાસે બ્રિટિશ નાગરિકતા છે, જે તેની માતાના લીધે છે.

ઈમરાન ખાન

બોલિવૂડ પરફેક્શનિસ્ટ આમિર ખાનનો બહુચર્ચિત ભત્રીજો, ઈમરાન ખાન યુએસનો નાગરિક છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં મેડિસન, વિસ્કોન્સિનમાં જન્મેલા ઇમરાન તેના માતાપિતાના છૂટાછેડા પછી તેની માતા સાથે મુંબઈ રહેવા ગયો. જો તે તેનો અમેરિકન પાસપોર્ટ છોડવાનું પસંદ કરશે, તો તેણે 10 વર્ષનો ટેક્સ અમેરિકન સરકારને અગાઉથી ચૂકવવો પડશે.

સન્ની લિયોની

ભૂતપૂર્વ એડલ્ટ ફિલ્મ સ્ટાર અને હવે મેઈન સ્ટ્રીમ બોલિવૂડ અભિનેત્રી, સની લિયોની કેનેડિયન-અમેરિકન રાષ્ટ્રીયતા ધરાવે છે. ભારતમાં એક વિદેશી નાગરિક, સની લિયોનીનું સાચું નામ કરનજીત કૌર છે. તેના માતાપિતા મૂળે પંજાબી છે.

એવલીન શર્મા

બોલિવૂડમાં ઉભરતી અદાકારાઓ પૈકીની એક, એવલિન શર્મા એક જર્મન મોડલ છે. જેનો જન્મ ભારતીય પંજાબી પિતા અને જર્મન માતાથી થયો છે.

મોનિકા ડોગરા

અમેરિકામાં જન્મેલી ભારતીય અભિનેત્રી અને ગાયિકા, કે જેણે આજે અનેક હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે, તે મોનિકા ડોગરા એક ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે. તેણે 2011ની ફિલ્મ ધોબી ઘાટમાં પણ અભિનય કર્યો છે.

સપના પબ્બી

‘ખામોશિયા’ ફેમ અભિનેત્રી સપના પબ્બી મૂળ લંડનની છે અને તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. ભારતમાં બેવડી નાગરિકતા પર પ્રતિબંધ હોવાથી, પબ્બી ભારતીય નાગરિક બની શકે તેમ નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">