Into The Wild: સમુદ્રની વચ્ચે ફસાયેલ અજય દેવગણનો જીવ બેયર ગ્રિલ્સે બચાવ્યો, અભિનેતાએ શેર કર્યો ડરનો અનુભવ

બેયર ગ્રિલ્સ અને અજય દેવગણનો 'ઈન ટુ ધ વાઈલ્ડ' એપિસોડ 22 ઓક્ટોબરે ડિસ્કવરી પ્લસ પર સ્ટ્રીમ થશે. આ શો 25 ઓક્ટોબરના રોજ ડિસ્કવરી ચેનલ સહિત 14 ચેનલો પર પ્રસારિત થશે.

Into The Wild: સમુદ્રની વચ્ચે ફસાયેલ અજય દેવગણનો જીવ બેયર ગ્રિલ્સે બચાવ્યો, અભિનેતાએ શેર કર્યો ડરનો અનુભવ
Bear Grylls, Ajay Devgn

બોલીવુડ સ્ટાર અજય દેવગણે (Ajay Devgn) સાહસ આધારિત રિયાલિટી શો ઈન ટુ ધ વાઈલ્ડ (Into The Wild) માટે બેયર ગ્રિલ્સ (Bear Grylls) સાથે હિંદ મહાસાગરના પ્રવાસનો અનુભવ શેર કર્યો હતો. અજય દેવગણ કહે છે કે તે એક સાહસિક પ્રવાસ હતો અને તેમણે તેમની ફિલ્મી કારકિર્દીમાં જે કર્યું તેનાથી એકદમ અલગ અનુભવ હતો. અજય કહે છે કે હિંદ મહાસાગરમાં મારો સપ્ટેમ્બરનો બ્રેક મારા માટે ઘણી રીતે કામ આવ્યો. બેયર ગ્રિલ્સ સાથે ‘ઈન ટુ ધ વાઈલ્ડ’ માટે આ મારી પ્રથમ યાત્રા હતી.

 

 

તેમણે કહ્યું કે મેં 30 વર્ષ પહેલા મારી ફિલ્મી કારકિર્દીની શરૂઆતથી ફિલ્મોમાં ખતરનાક વસ્તુઓ કરી છે, પરંતુ બેયર સાથે ITW પ્રવાસ દરમિયાન મેં જે કર્યું તે સંપૂર્ણપણે અલગ હતું. તે ડરામણું, રોમાંચક, સાહસિક, ઉત્સાહજનક અને ઘણું બધું હતું. તમને જણાવી દઈએ કે વિશ્વ વિખ્યાત સાહસિક બેયર ગ્રિલ્સ અને અજય દેવગણે શાર્કથી ભરેલા સમુદ્રની યાત્રા કરી અને કઠોર હવામાન પરિસ્થિતિઓનો સામનો કરીને આખરે નિર્જન ટાપુઓ તરફ પ્રયાણ કર્યું.

 

હેલિકોપ્ટર દ્વારા બેયરે બચાવ્યો અજય દેવગણનો જીવ

અજયે પ્રવાસમાંથી પોતાની અઘરી ક્ષણો શેર કરતા કહ્યું કે જ્યારે મારી અંદર ખૂબ જ ગભરાટ હતી, જ્યારે હું બેયર સાથે મારા સ્ટંટ કરતો હતો, હું દરેક ક્ષણને અલગથી યાદ કરી શકતો નથી. એકંદરે, હું તમને કહી શકું છું કે હું ઊંડા સમુદ્રની વચ્ચે હતો. બેયરે મને એક હેલિકોપ્ટરની મદદથી બચાવ્યો અને મને નજીકના ટાપુ પર લઈ ગયો.

 

ત્યાંનું પાણી ખૂબ જ ખતરનાક હતું. અલબત્ત, મને બેયરમાં પૂરો વિશ્વાસ હતો પણ હું મુશ્કેલીથી મારુ માથું પાણીથી ઉપર રાખી શક્યો. અજયે આગળ કહે છે કે તેમને જંગલોથી પ્રેમ છે, પરંતુ સમુદ્ર વધુ પડકારજનક હતો, તેથી તે થોડું સરળ હતું. બેયર જંગલની ચારેય તરફનો માર્ગ જાણે છે, તે પ્રકૃતિ સાથે જોડાયેલ છે. મેં તો બસ તેમનો પીછો કર્યો.

 

શો દરમિયાન આપણે ઘણી વખત ગ્રિલ્સને તેના અભિયાનમાં અનોખી વસ્તુઓ ખાતા જોતા હોય છીએ અને અજયને તેના દ્વારા જે ઓફર કરવામાં આવી હતી તે કાચી માછલી હતી. આ કાચી માછલી જોયા પછી અજયના હાવભાવ કેવા હતા, તે શો જોયા પછી જ ખબર પડશે. બેયર ગ્રિલ્સ અને અજય દેવગણનો ‘ઈન ટુ ધ વાઈલ્ડ’ એપિસોડ ડિસ્કવરી પ્લસ પર 22 ઓક્ટોબરે સ્ટ્રીમ થશે. આ શો 25 ઓક્ટોબરના રોજ ડિસ્કવરી ચેનલ સહિત 14 લીનિયર ચેનલો પર પ્રસારિત થશે.

 

 

પોતાના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરતા અજય દેવગણે કહ્યું કે હું હાલમાં મારા હોમ પ્રોડક્શન ‘મે ડે’ (Mayday)નું શૂટિંગ કરી રહ્યો છું, જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) મુખ્ય ભૂમિકામાં છે. હું આ ફિલ્મનું નિર્દેશન પણ કરી રહ્યો છું. આ સિવાય મારી પાસે ‘મેદાન’ (Maidaan) છે, જે ભારતના ફૂટબોલ દિગ્ગજોમાંથી એક પર બાયોપિક છે.

 

 

હું ‘રૂદ્ર – ધ એજ ઓફ ડાર્કનેસ’ (Rudra) સાથે ઓટીટીમાં પણ ડેબ્યુ કરી રહ્યો છું. તે જ સમયે અન્ય ત્રણ પ્રોજેક્ટ્સને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, જેમાં એસએસ રાજામૌલીની ‘આરઆરઆર'(RRR), સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi) અને રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ (Sooryavanshi) સામેલ છે. આ ત્રણેયમાં મારી ખૂબ જ ખાસ ભૂમિકાઓ છે.

 

 

આ પણ વાંચો:- IMDB Rating: વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ છવાઈ દરેક જગ્યાએ, અભિનેતાએ કંઈક આ રીતે કહ્યો આભાર

 

આ પણ વાંચો:- Neena Gupta બાળપણમાં બની હતી શોષણનો શિકાર, આ કારણે નહોતું કહ્યું માતાને

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati