Indian Idol 12: કિશોર કુમારના દીકરાએ કર્યો મોટો ખુલાસો, “શોમાં ખોટા વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું”

અમિત કુમાર ગાંગુલીએ કહ્યું છે કે તેઓ આ એપિસોડ સામેની ટીકાથી વાકેફ છે. એમ પણ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે દરેકની પ્રશંસા કરવાની છે.

Indian Idol 12: કિશોર કુમારના દીકરાએ કર્યો મોટો ખુલાસો, શોમાં ખોટા વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું
અમિત ગાંગુલી
Follow Us:
| Updated on: May 11, 2021 | 6:23 PM

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) દર અઠવાડિયે શ્રોતાઓનું મનોરંજન કરવા માટે ખાસ એપિસોડ લાવે છે. દર અઠવાડિયે એક વિશેષ અતિથિ શોમાં આવે છે અને સ્પર્ધકોને તાલીમ આપવાની સાથે સાથે તેઓ તેમને પ્રોત્સાહિત પણ કરે છે. ગયા અઠવાડિયે આ શો ખાસ કિશોર કુમાર ઉપર હતો જેમાં તેમના પુત્ર અમિતકુમાર ગાંગુલી (Amit Kumar Ganguly) ખાસ મહેમાન તરીકે આવ્યા હતા. શોમાં સ્પર્ધકો અને જજોએ કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી, જે લોકોને પસંદ ના આવ્યું અને તેની ટીકા થઈ રહી છે. હવે આ અંગે કિશોર કુમારના પુત્રની પ્રતિક્રિયા આવી છે અને તેમણે કહ્યું છે કે તેમને પણ આ એપિસોડ પસંદ નથી આવ્યો.

એક ખાનગી સમાચાર સાથેની ખાસ વાતચીતમાં અમિત કુમાર ગાંગુલીએ કહ્યું છે કે તેઓ આ એપિસોડ સામેની ટીકાથી વાકેફ છે. એમ પણ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે દરેકની પ્રશંસા કરવાની છે, ભલે ગમે તે હોય. તેણે એમ પણ સ્વીકાર્યું કે તે આર્થિક કારણોસર ઇન્ડિયન આઇડલ 12 માં ગયા હતા.

અમિતે કહ્યું- મેં જે કરવાનું કહ્યું તે મેં કર્યું. મને કહેવામાં આવ્યું કે દરેકની પ્રશંસા કરવી પડશે. તે ભલે જેવું પણ ગાય, તમારે તેના વખાણ કરવા પડશે. કારણ કે તે કિશોર દાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. મેં વિચાર્યું કે તે મારા પિતાને શ્રદ્ધાંજલિ હશે. મેં તેમને મારી સ્ક્રિપ્ટ માટે અગાઉથી પણ પૂછ્યું હતું, પરંતુ આવું કંઈ થયું નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઇન્ડિયન આઇડલ 12 માં જવા માટેનું કારણ

જ્યારે અમિતને ઈન્ડિયન આઇડલ 12 પર જવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે દરેકને પૈસાની જરૂર હોય છે. મેં જે પૈસા માંગ્યા તે આપ્યા, તેમને મારી માંગણીને પૂર્ણ કરી, તો હું કેમ ના જાઉં. પરંતુ કંઈ વાંધો નહીં. હું શો, જજ અને સ્પર્ધકોને માન આપું છું. આ પ્રકારની વસ્તુઓ કેટલીકવાર બની જાય છે.

જજ નેહા કક્કર અને હિમેશ રેશમિયાએ કિશોર કુમારના ગીત ગાવા પર થયેલી આલોચના વિશે તેમણે કહ્યું કે “હા, મને આ એપિસોડમાં બિલકુલ આનંદ જ ના મળ્યો.”

કિશોર કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ગાયકોમાંના એક છે. તેમણે એક લાડકી ભીગી ભાગિ સી, ઓ મેરે દિલ કે ચેન, મેરે સપનો કી રાની, યે શામ મસ્તાની જેવા ઘણા શ્રેષ્ઠ ગીતો ગાયા છે. તેમણે હિન્દી સિવાય બંગાળી, મરાઠી, ગુજરાતી અને ભોજપુરી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે.

આ પણ વાંચો: શું કાર્ટૂનના છેલ્લા એપિસોડમાં ‘ટોમ એન્ડ જેરી’એ આત્મહત્યા કરી લીધી હતી? જાણો શું છે સત્ય

આ પણ વાંચો: હંમેશા એક જ લાઈનમાં કેમ ચાલે છે કીડીઓ ? જાણો તેના પાછળનું રોચક કારણ

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">