ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા લંડનમાં કોરોના લોકડાઉનને કારણે તેના પતિ નિક જોનાસ સાથે અટવાઈ ગઈ છે. હવે તે જોશ વુડના સ્ટાઈલિશ સલૂનમાં તેની માતા મધુ ચોપરાની સાથે લોકડાઉન નિયમોમાં મજાક બનાવતી જોવા મળી હતી. પ્રિંયકાએ લોકડાઉનના નિયમોનો ભંગ કર્યો. જો કે પ્રિયંકા ચોપરા અને જોશ વુડ પર કોઈપણ જાતનો દંડ લગવવામાં નથી આવ્યો. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “પોલીસને સાંજે 5:40 વાગ્યે જાણ કરવામાં આવી હતી. હેરડ્રેસરે કોવિડ -19 લોકડાઉન નિયમોના ભંગની જાણ કરવામાં આવી હતી. તે પછી પોલીસ ત્યાં પહોંચી હતી અને તેમણે સલૂનના માલિકને કોરોનાથી જોડાયેલા તમામ નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી. તેમના ઉપર કોઈપણ જાતનો દંડ ફટકારવામાં આવ્યો ન હતો.
View this post on Instagram
સોમવારે વડાપ્રધાન બોરિસ જોનસને યુકેમાં લોકડાઉનની ઘોષણા કરી હતી. પ્રિયંકા ચોપરાનું બહાર નીકળવું એ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. સોમવારે યુકેના રહેવાસીઓને જાણ કરવામાં આવી છે કે તેમને વધુ કડક નિયમોનું પાલન કરવું પડી શકે છે. લોકડાઉનના નિયમોની મજાક ઉડાવતી પ્રિયંકા બુધવારે જોવા મળી હતી. પ્રિયંકા સફેદ સૂટમાં જોવા મળી હતી. તે સલુનમાં હેયર એપોઈન્ટમેન્ટ માટે ગઈ હતી. સોમવારે વડાપ્રધાન બોરિસ જોનસને જાહેરાત કરી હતી કે યુકેમાં ફરી એક વખત રાષ્ટ્રીય લોકડાઉન થશે. નિયમનો ભંગ કરનાર પર 10,000 પાઉન્ડનો દંડ લાદવામાં આવી શકે છે.
View this post on Instagram
બ્રિટેનમાં હેયર, બ્યુટી, નેઈલ, સલુન્સ, ટેટૂ પાર્લર, સ્પા, મસાજ પાર્લર, પિયર્સિગની દુકાનો બંધ છે. નવા નિયમો બાદ પણ પ્રિયંકા સલૂન નિયમોનો ભંગ કરતી જોવા મળી હતી. તેમણે શિયાળાનો કોટ પહેર્યો હતો અને તેની સાથે તેમની માતા મધુ ચોપરા પણ હતી. પોલીસની ગાડી સ્થળ પર પહોંચી ગઈ હતી અને સલૂનની અંદરના લોકો સાથે વાત શરૂ કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ચોપડા બહાર નીકળી અને ત્યાંથી ચાલી ગઈ.