‘Ganapath’માં અમિતાભ બચ્ચન ટાઇગર શ્રોફના પિતાની ભૂમિકા ભજવશે? જાણો શું છે મેકર્સનો પ્લાન

ટાઇગર શ્રોફ અને કૃતિ સેનનની ફિલ્મ ‘ગણપથ’ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે ફિલ્મના નિર્માતાઓ જેકી શ્રોફને ટાઇગરના પિતા તરીકે કાસ્ટ કરવા માગે છે.

'Ganapath'માં અમિતાભ બચ્ચન ટાઇગર શ્રોફના પિતાની ભૂમિકા ભજવશે? જાણો શું છે મેકર્સનો પ્લાન
Amitabh Bachchan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 11:47 PM

ટાઇગર શ્રોફ અને કૃતિ સેનનની ફિલ્મ ‘ગણપથ’ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે ફિલ્મના નિર્માતાઓ જેકી શ્રોફને ટાઇગરના પિતા તરીકે કાસ્ટ કરવા માગે છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. દરમિયાન, બીજી એક રસપ્રદ વાત સામે આવી છે કે, મેકર્સ આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે, ટાઇગર શ્રોફના પિતાની ભૂમિકા માત્ર અમિતાભ બચ્ચન ભજવી શકે છે. જો કે, ફિલ્મના નિર્માતાઓ અને અમિતાભ બચ્ચન તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મના મેકર્સ ટાઈગરના પિતાના રોલ માટે અમિતાભ બચ્ચનના સંપર્કમાં છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ટાઈગર ફિલ્મમાં બોક્સરની ભૂમિકા ભજવતો જોવા મળશે, જ્યારે તેના ઓનસ્ક્રીન પિતા પણ તેના શરૂઆતના દિવસોમાં બોક્સર તરીકે જોવા મળશે.

શું અમિતાભ બચ્ચન આ વાર્તાનો ભાગ હશે?

રિપોર્ટ અનુસાર, આ પાત્ર સ્ક્રિપ્ટનો મહત્વનો ભાગ છે અને મેકર્સ આ ભૂમિકા માટે અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવા આતુર છે. જો કે, ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી એ જાણવાનું બાકી છે કે, અમિતાભ બચ્ચનની તારીખો મળી શકે તેમ છે કે નહીં અને કેટલીક અન્ય ઔપચારિકતાઓ અંગે પણ ચર્ચા થવાની છે. દરમિયાન, ફિલ્મનો મોટો હિસ્સો ઇંગ્લેન્ડમાં શૂટ કરવામાં આવશે અને ટાઇગર અને કૃતિ બંને લંડન પહોંચી ગયા છે. શૂટિંગ લગભગ બે મહિના સુધી ચાલે તેવી ધારણા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

જો બધું ફિલ્મના નિર્માતાઓની યોજના અનુસાર ચાલે છે, તો અમિતાભ બચ્ચન અને ટાઇગર શ્રોફ પ્રથમ વખત ઓનસ્ક્રીન સાથે જોવા મળશે. જો કે અમિતાભ આ સ્ટોરીનો હિસ્સો બનશે કે નહીં તે હજુ સુધી કહી શકાય તેમ નથી.

જણાવી દઈએ કે 2014 માં તેમની પ્રથમ હિન્દી ફિલ્મ હિરોપંતીમાં સાથે દેખાયા બાદ ગણપતમાં ટાઈગર અને કૃતિને ફરી રોમાન્સ કરતા જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે, ટાઇગર તાજેતરમાં ક્વીન્સ સિટીમાં હીરોપંતિના બીજા ભાગનું શૂટિંગ કરી રહ્યો હતો અને હવે ગણપત માટે ફરી પાછો ગયો છે.

આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10459 કોન્સ્ટેબલના પદ માટે ભરતી જાહેર

આ પણ વાંચો: IBPS Clerk 2021: ક્લાર્કના 7858 પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">