જો Disha Vakani શો છોડવા માંગતી હશે તો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, નવી દયા સાથે આગળ વધશેઃ નિર્માતા

અસિત મોદીએ કહ્યું- 'મને લાગે છે કે મારે હવે દયાબેન બનવું જોઈએ. ઘણા વર્ષોથી તેમનો પરત આવવાનો પ્રશ્ન ચાલી રહ્યો છે. અમે હજુ પણ તેમની રાહ જોઈ રહ્યા છીએ. અને જો તે (દિશા વાકાણી) શો છોડવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તો નવી દયા સાથે શો આગળ વધશે. '

  • tv9 webdesk40
  • Published On - 14:39 PM, 3 May 2021
જો Disha Vakani શો છોડવા માંગતી હશે તો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, નવી દયા સાથે આગળ વધશેઃ નિર્માતા
Disha Vakani

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વિશે જ્યારે પણ વાત થાય છે ત્યારે ત્યાં દયાબેનનો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે. શોમાં તેઓ ક્યારે પાછા આવશે તે ચાહકો વારંવાર પૂછે છે. શોના નિર્માતા અસિત મોદીએ પણ આ અંગે ઘણી વાર જવાબ આપ્યા છે. જોકે, તેમણે ક્યારેય જણાવ્યું ન હતું કે દયાબેન ક્યારે પાછા આવશે. હવે અસિતે સ્પષ્ટ કરી દીધું છે કે જો દયાબેનનો રોલ નિભાવનાર વાળી દિશા આ શો છોડવા માંગે છે, તો તે નવી દયાબેન સાથે આગળ વધશે.

તે જાણીતું છે કે દિશા 2017 માં મેટરનિટી લીવ પર ગઈ હતી, ત્યારબાદ તે શોમાં પાછા ફર્યાં ન હતા. એકવાર માત્ર એક એપિસોડમાં જોવા મળ્યા હતા.

દિશા વાકાણી વિશે અસિત મોદીએ આ કહ્યું

એક ઈન્ટર્વ્યુમાં નિર્માતા અસિત મોદીએ કહ્યું- ‘મને લાગે છે કે હવે મારે દયાબેન બની જાવું જોઈએ. તેમના પરત આવવાના પ્રશ્નો ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. અમે હજુ પણ તેમની રાહ જોઈ રહ્યા છીએ. અને જો તે (દિશા વાકાણી) શો છોડવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તો નવી દયા સાથે શો આગળ વધશે. ‘

 

 

 

‘પરંતુ, આ ક્ષણે મને લાગે છે કે દયાનું પાછુ આવવાનું અને પોપટલાલના લગ્ન જરૂરી નથી. આ રોગચાળાના સમયમાં ઘણાં ગંભીર મુદ્દાઓ છે અને મને લાગે છે કે તે તમામ મેટર રાહ જોઇ શકે છે. અમે સેફ્ટી પ્રોટોકોલ સાથે શૂટિંગ ચાલુ રાખવા વિશે વિચારી રહ્યા છીએ જેથી લોકોની આજીવિકાને અસર ન થાય. બાયો બબલ ફોર્મેટ પણ ખૂબ અસરકારક છે અને જો અમને આ માટે પરવાનગી મળશે, તો અમે આ ફોર્મેટમાં કામ કરીશું.

તે જાણીતું છે કે લોકડાઉનને કારણે ઘણા શોનું શૂટિંગ લોકેશન બદલાઈ ગયું છે, શું તેઓ પણ શિફ્ટ કરશે? આના પર, તેઓએ કહ્યું કે તેમની પાસે ઘણાં બૈંક એપિસોડ છે.

આ પણ વાંચો :- Aamir Khanએ લીધો નિર્ણય, હવે લદ્દાખમાં શુટ થશે લાલ સિંહ ચઢ્ઢાનાં એક્શન સિક્વન્સ!

આ પણ વાંચો :- ચીનથી ઓક્સિજન સિલિન્ડર્સની ડિલીવરીમાં થઈ રહ્યો હતો વિલંબ, Sonu Soodએ ઉઠાવ્યો હતો સવાલ તો મળ્યો આ જવાબ