તને પ્રેમ કરવા માટે મારી પાસે કરોડો કારણ છે… Anil Kapoor એ પત્ની સુનિતાના જન્મદિવસ પર ભાવનાત્મક સંદેશ લખ્યો

અનિલ કપૂરની પત્ની સુનિતાનો 25 માર્ચે જન્મદિવસ હતો. આ ખાસ પ્રસંગે અભિનેતાએ તેમની પત્ની માટે ખૂબ ભાવનાત્મક પોસ્ટ લખી હતી. આ ઉપરાંત અનિલે સુનિતા સાથે કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.

તને પ્રેમ કરવા માટે મારી પાસે કરોડો કારણ છે... Anil Kapoor એ પત્ની સુનિતાના જન્મદિવસ પર ભાવનાત્મક સંદેશ લખ્યો
Anil Kapoor, Sunita Kapoor

બોલિવૂડ એક્ટર અનિલ કપૂરે ગુરુવારે પોતાની પત્ની સુનિતા કપૂરને એક ભાવનાત્મક પોસ્ટ લખીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી, તેની સાથે તેમના ઘણા ફોટા શેર કર્યા હતા.

આ ફોટાઓના કેપ્શનમાં અનિલે લખ્યું છે કે, “મારા પ્રેમ સુનિતા કપૂર માટે, ત્રીજા વર્ગના ટ્રેન કોચથી લઈને રિક્ષા અને બ્લેક યેલો ટેક્સી લઈને ફર્સ્ટ ક્લાસ બિઝનેસ ફલાઈટ સુધી, દક્ષિણના કરૈકુડી જેવા ગામોમાં નાની હોટલોથી લઈ લદાખમાં ટેન્ટમાં રહેવા સુધી. અમે આ બધું અમારા ચહેરા પર એક સુંદર સ્મિત અને હૃદયમાં પ્રેમ સાથે આ બધું કર્યું. ”

આ પોસ્ટના કોમેન્ટ વિભાગમાં જઈને સુનિતાએ લખ્યું, “તમને પણ અનંતથી પણ વધારે પ્રેમ.”

જણાવી દઈએ કે અનિલ અને સુનિતાના લગ્ન 1984 માં થયા હતા. બંનેના 3 બાળકો છે – ફિલ્મ સ્ટાર સોનમ કપૂર આહુજા, હર્ષવર્ધન કપૂર અને ફિલ્મમેકર રિયા કપૂર.

બોલિવૂડના એવરગ્રીન અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor) નો પ્રેમ પણ તેમની જેમ એવરગ્રીન છે. પત્ની સુનિતા કપૂર (Sunita Kapoor) સાથે અનિલ કપૂરની લવ સ્ટોરી ઘણી કમાલની છે. જેનો ખુલાસો તેણે પોતે જ કર્યો હતો. અભિનેતાના ચાહકો તેમની લવ સ્ટોરીથી સારી રીતે વાકેફ છે.

અનિલ કપૂરે કહ્યું હતું કે તેમણે ત્યાં સુધી સુનિતા સાથે લગ્ન કર્યા નથી જ્યા સુધી તેમને સુનીતા માટે રસોઈયા અને મદદગારો રાખવા પૈસા કમાવવાનું શરૂ કર્યું ન હતું . હવે અનિલ કપૂરે સુનિતાને તેના જન્મદિવસ પ્રસંગે ખૂબ સારી ભેટ આપી છે. જેની કિંમત જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

અનિલ કપૂરે સુનિતાના જન્મદિવસ પર તેમને ખૂબ જ સુંદર ગિફ્ટ આપી છે. તેમણે તેમની બેટર હાફને 56 માં જન્મદિવસ પર બ્રાન્ડ નવી મર્સિડીઝ કાર ગિફ્ટ આપી છે. આ ડાર્ક બ્લેક મર્સિડીઝ બેન્ઝ GLS ની કિંમત 1 કરોડની નજીક છે. અનિલ કપૂરના ઘરની બહાર ઉભેલા કેટલાક ફોટોગ્રાફરોએ આ ભવ્ય કારનો ફોટો તેમના કેમેરામાં કેદ કર્યો હતો અને હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : B’day Special: વિલન બનીને હિન્દી ફિલ્મોમાં ઓળખ બનાવી, 50 વર્ષની વયે પિતા બન્યા અભિનેતા Prakash Raj

આ પણ વાંચો : Happy Birthday: ‘ફૂલ ઓર કાંટે’થી હિટ થઈ હતી અભિનેત્રી મધુ, 52 વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ ફીટ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati