Video: હૃતિક રોશને તેની 68 વર્ષની માતાની ફિટનેસની કરી પ્રશંસા, કહ્યું “હજુ પણ મોડુ થયુ નથી”

હૃતિક રોશને કહ્યું "મારી માતાએ 58 વર્ષની ઉંમરે વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. મેં વિચાર્યું કે મારે આ અન્ય માતાપિતા સાથે પણ શેર કરવુ જોઈએ. જેમને લાગે છે કે તેમના માટે ઘણું મોડું થઈ ગયુ છે."

Video: હૃતિક રોશને તેની 68 વર્ષની માતાની ફિટનેસની કરી પ્રશંસા, કહ્યું હજુ પણ મોડુ થયુ નથી
Hrithik Roshan praised his mother fitness
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 3:13 PM

હૃતિક રોશનની  (Hrithik Roshan) ગણતરી એવા સ્ટાર્સમાં થાય છે જેઓ તેમની વધતી ઉંમર સાથે પણ ખુબ ફિટ છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ તેની માતા પિંકી રોશન (Pinki Roshan) પણ 68 વર્ષની ઉંમરે પણ એટલી જ ફિટ છે. તેની ફિટનેસ જોઈને તમને પણ આશ્ચર્ય થશે. હૃતિક રોશને તેની માતાનો વર્કઆઉટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તે તમામ લોકોનો આભાર પણ માન્યો છે જેમણે તેને પ્રેરણા આપી.

વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો

હૃતિક રોશનની માતા પિંકી રોશન 68 વર્ષની ઉંમરે પણ તેના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર કામ કરી રહી છે. હૃતિકને તેની માતા પર ખૂબ જ ગર્વ છે. અભિનેતાએ તેની માતા પિંકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તેની વર્કઆઉટ રેજીમેન દેખાઈ રહી છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

હૃતિક રોશને લખ્યું, “તેણે 68  વર્ષની ઉંમરે ફિટનેસ અને વેલનેસ માટે પોતાનું સર્વસ્વ આપતા જોવા માટે, હું આશા રાખું છું કે આપણે બધા સારા બની શકીએ, પછી ભલે ગમે તે ઉંમર હોય. મારી માતા સાથેના આ અવિરત, આનંદકારક જુસ્સાને ટેકો આપવા અને શેર કરવા માટે તમારા બધાનો આભાર. હું જાણું છું કે વારંવાર તેના માટે જીમમાં જવું અને ફરી શરૂ કરવું કેટલું મુશ્કેલ છે. ”

હજુ પણ મોડુ થયુ નથી

અભિનેતાએ વધુમાં કહ્યું કે “આ તમારા બધા માટે આભારની પોસ્ટ છે, જે મારી માતાને મજબૂત બનવામાં મદદ કરી રહ્યાં છે. હું ઈચ્છુ છું અને પ્રાર્થના કરુ છું કે દરેક વ્યક્તિ જે પોતાને વધુ સારા બનવા માટે મહેનત કરી રહ્યા છે તેને મિત્રો અને પરિવારનો ટેકો મળે. હું તમને બધાને સુંદર દિવસની શુભેચ્છા પાઠવું છું. મારી માતાએ 58 વર્ષની ઉંમરે વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. મેં વિચાર્યું કે મારે આ વાત અન્ય માતાપિતા સાથે પણ શેર કરવી જોઈએ જેમને લાગે છે કે તેમના માટે ઘણું મોડું થઈ ગયું છે.”

આ પણ વાંચો : શું ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાનું કારણ કૌટુંબિક ઝઘડો ? અભિનેતાના પિતાએ કર્યો મોટો ખુલાસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">