Hrithik Roshan એ ‘ક્રિશ’ ના 15 વર્ષ પૂરા થવા પર કરી ક્રિશ 4 ની ઘોષણા, વીડિયોમાં જોવા મળી નવા લુકની ઝલક

હૃતિકે તેમના ચાહકો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. તેમણે એક વીડિયો સાથે ફિલ્મનો ચોથો ભાગની એટલે કે ક્રિશ 4 ની જાહેરાત કરી દિધી છે.

Hrithik Roshan એ 'ક્રિશ' ના 15 વર્ષ પૂરા થવા પર કરી ક્રિશ 4 ની ઘોષણા, વીડિયોમાં જોવા મળી નવા લુકની ઝલક
Hrithik Roshan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 2:08 PM

બોલીવુડના હેન્ડસમ હંક હૃતિક રોશનની (Hrithik Roshan) ફિલ્મ ક્રિશની રિલીઝને (23 જૂન) 15 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે હૃતિકે તેમના ચાહકો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. તેમણે એક વીડિયો સાથે ફિલ્મનો ચોથો ભાગ એટલે કે ક્રિશ 4 ની જાહેરાત કરી દિધી છે. ક્રિશ 4 અંગેના ઘણા લાંબા સમયથી સમાચાર આવી રહ્યા હતા, પરંતુ આ પહેલીવાર છે જ્યારે હૃતિકે કોઈ સત્તાવાર જાહેરાત કરી છે.

વીડિયોમાં ક્રિશ અને તેના નવા માસ્કની ઝલક દેખાડવામાં આવી છે અને અંતમાં લખાયેલું આવે છે ક્રિશના 15 વર્ષ. આ સાથે હૃતિક લખ્યું છે, ભૂતકાળમાં જે થવાનું હતું તે થઈ ગયું છે. ચાલો જોઈએ કે ભવિષ્ય શું લઈને આવે છે. ક્રિશ 23 જૂન 2006 ના રોજ રજૂ કરવામાં આવી હતી. આ હૃતિકની પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ કોઈ … મિલ ગયા (Koi… Mil Gaya) ની સિક્વલ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન રાકેશ રોશને કર્યું હતું. હૃતિકની સાથે પ્રિયંકા ચોપરા, રેખા, નસીરુદ્દીન શાહ મહત્વની ભૂમિકામાં હતા.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

હૃતિક રોશનની સુપરહિરો ફિલ્મ ક્રિશ 4 ને લઈને પ્રેક્ષકોમાં ઘણી ઉત્સુકતા છે. હિન્દી સિનેમાનો આ પહેલો સંપૂર્ણ સુપરહીરોને ફરી એકવાર સ્ક્રીન પર જોવા માટે ચાહકો ઉત્સુક છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ફિલ્મની વાર્તાને રસપ્રદ બનાવવા માટે નિર્માતા-દિગ્દર્શક રાકેશ રોશન વાર્તામાં કેટલાક રસપ્રદ ટ્વિસ્ટ મૂકવા જઈ રહ્યા છે. આમાંથી એક ક્રિશના પિતા રોહિત મહેરાની પાછુ ફરવાનું હોઈ શકે છે.

એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ક્રિશ શ્રેણીની આ ચોથી ફિલ્મમાં હૃતિકનું પાત્ર કૃષ્ણા એટલે કે ક્રિશ તેના પિતા રોહિત મહેરાને પરત લાવવા માટે ટાઈમ ટ્રાવેલ કરી શકે છે. ક્રિશના એલિયન દોસ્ત જાદુના પરત ફરવાની સંભાવના પણ જતાવામાં આવી છે. ક્રિશ 4 માં ઘણા સુપર વિલન જોવા મળશે તેવી સંભાવના છે, જે ક્રિશ સાથે મુકાબલો કરશે. ફિલ્મમાં તેમના દેખાવને અસરકારક રીતે પ્રદર્શિત કરવા માટે હોલીવુડ ડિઝાઇનર્સની સાથે સંપર્ક સાધ્યો છે એવા પણ અહેવાલો આવ્યા હતા.

આ પણ વાંચો :- Manoj Bajpayee net worth : કરોડોની સંપત્તિના માલિક છે મનોજ બાજપેયી, અભિનેતા પાસે લક્ઝરી વાહનોનું છે જબરદસ્ત કલેક્શન

આ પણ વાંચો :- Khatron Ke Khiladi 11 : એરપોર્ટ પર Shweta Tiwari ને જોઇને ભાગ્યો ડોગી, જુઓ પછી કેવી રીતે કર્યું અભિનેત્રીનું સ્વાગત

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">