રિતિક રોશન અને બાળકો ટ્રેકિંગ ટ્રિપ પર, સાથે જોવા મળ્યો એક્સ પત્ની સુઝાનના ભાઈનો પરિવાર

બોલિવૂડ એક્ટર રિતિક રોશન ફ્રી ટાઇમને પરિવાર સાથે વિતાવવાનો પસંદ કરે છે. રિતિકે પરિવાર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તે તેના બંને પુત્રો હ્રિદાન અને રેહાન સાથે મસ્તી કરતો જોવા મળે છે.

  • Publish Date - 12:45 pm, Wed, 27 January 21 Edited By: Bhavesh Bhatti
રિતિક રોશન અને બાળકો ટ્રેકિંગ ટ્રિપ પર, સાથે જોવા મળ્યો એક્સ પત્ની સુઝાનના ભાઈનો પરિવાર
Hrithik Roshan

બોલિવૂડ એક્ટર રિતિક રોશન ફ્રી ટાઇમને પરિવાર સાથે વિતાવવાનો પસંદ કરે છે. રિતિકે પરિવાર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તે તેના બંને પુત્રો હ્રિદાન અને રેહાન સાથે મસ્તી કરતો જોવા મળે છે. રિતિકની આ પીકનીકમાં એક્સ પત્નીનો ભાઈ ઝાયદ ખાન તેની પત્ની અને બાળકો સાથે શામેલ હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

 

રિતિક રોશને આ ટ્રેકિંગ ટ્રિપનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે, “ખાડાવાળા સ્થળોએ ચાલવામાં કંઈક થાય છે. મને ખબર નથી કે શું થાય છે. પરંતુ આ મારા હૃદયને સ્મિત કરાવે છે.”

રિતિક તેની નવી ફિલ્મ ફાઇટરને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે દીપિકા પાદુકોણ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિતિકે તેના જન્મદિવસ પ્રસંગે આ ફિલ્મની ઘોષણા કરી હતી. ટીઝરને શેર કરતાં દીપિકા પાદુકોણે લખ્યું, ‘સપના ખરેખર સાકાર થાય છે’. આ ફિલ્મ આવતા વર્ષે સપ્ટેમ્બર 2022 માં રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati