Holi 2022: સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલિવૂડની હોળી પણ ઘણી ફેમસ છે. ફિલ્મ જગતના સ્ટાર્સ આ તહેવારને પોતપોતાની શૈલીમાં ઉજવે છે. જ્યાં ઘણા સેલેબ્સ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. તે જ સમયે, કેટલાક સ્ટાર્સ એવા છે જે હોળી નથી રમતા. આજે અમે તમને એવા ફિલ્મ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રંગોથી દૂર રહે છે.
સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન રંગોથી દૂર રહે છે. તે હોળી રમતી નથી. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે આ પાછળનું કારણ લોકો સાથે શેર કર્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેના દાદા એટલે કે રાજ કપૂરના મૃત્યુ પછી તેણે હોળી રમવાનું બંધ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે એક સમયે રાજ કપૂરના સમયમાં હોળીની ઉજવણી આખા બોલિવૂડમાં ફેમસ હતી.
View this post on Instagram
રંગોથી અંતર રાખનારા કલાકારોમાં જોન અબ્રાહમનું નામ પણ સામેલ છે. તેઓ માને છે કે રંગોમાં વપરાતા અનેક પ્રકારના રસાયણો પ્રકૃતિને ભારે નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે અભિનેતા આ ફેસ્ટિવલ સાથે વધારે જોડાતો નથી. જ્હોન ટૂંક સમયમાં ફિલ્મ ‘એટેક’માં જોવા મળશે. તેની ફિલ્મ 1 એપ્રિલે રિલીઝ થશે.
View this post on Instagram
કૃતિ સેનન પણ રંગોથી દુર રહે છે. એક સમયે તે તેના ઘરે હોળી રમતી હતી, પરંતુ હવે તે રંગોથી દૂર રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ હોળીના અવસર પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની સાથે લીડ રોલમાં જોવા મળશે.
View this post on Instagram
બોલિવૂડમાં સતત અનેક હિટ ફિલ્મો આપનાર અભિનેતા રણવીર સિંહ પણ હોળી નથી રમતા. રંગબેરંગી કપડામાં જોવા મળતા કલાકારો વાસ્તવિક રંગોથી દૂર રહેવાનું પસંદ કરે છે. રંગો ન રમવાનું કારણ તેમણે સ્વચ્છતા જણાવ્યું છે. જણાવી દઈએ કે ‘ગલી બોય’ એક્ટર છેલ્લે ફિલ્મ ’83’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.
View this post on Instagram
રણબીર કપૂરે પણ લાંબા સમયથી હોળીની ઉજવણી કરી નથી. તે રંગોથી દૂર રહેવાનું પસંદ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યે જવાની હૈ દીવાનીના ગીત બલમ પિચકારીના શૂટિંગ દરમિયાન પણ તે રંગોના કારણે ખૂબ જ અસહજ અનુભવી રહ્યો હતો.
View this post on Instagram
આ પણ વાંચો : Holi 2022: લાઠીમાર હોળીથી લઈને રોયલ હોળી સુધી, જાણો કેવી રીતે દેશના અલગ-અલગ ભાગોમાં ઉજવવામાં આવે છે હોળી