Holi 2021: આજે એટલે કે 29મી માર્ચે હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, દરેક લોકો રંગોનો આ તહેવાર પોતપોતાની રીતે ઉજવી રહ્યા છે. આ મનોરંજક મહોત્સવ દેશના દરેક ભાગમાં ઉજવવામાં આવે છે. પરંતુ વિદેશી દેશોમાં પણ હોળીનો રંગ જોવા મળે છે. હવે પ્રિયંકા ચોપડાએ વિદેશમાં સાસરિયા ખાતે હોળીની ઉજવણી કરી છે.
View this post on Instagram
અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો અને લખ્યું કે રંગોનો ઉત્સવ હોળી મારી પસંદના તહેવારોમાંનો એક તહેવાર છે, આશા છે કે આપણે બધા આપણા પ્રિયજનો સાથે ઉજવી શકીએ, પરંતુ આપણા ઘરોમાં! પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીનીઆ પોસ્ટ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.
યુઝરે પ્રિયંકાને કરી ફરિયાદ
તાજેતરમાં પ્રિયંકો ચોપડાએ ટ્વીટર પર પોતાના પ્રશંસકો સાથે વાત કરી છે અને તેમના સવાલોના જવાબો આપ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે પ્રિયંકાને પૂછ્યું છે કે મને લગ્નમાં શા માટે આમંત્રણ નથી અપાયું? તે સમયે હું જોધપુરમાં આસપાસ હતો. આનો જવાબ આપતાં દેશી ગર્લએ કહ્યું કે મને ખબર નથી.
પ્રિયંકા ચોપડાએ જોધપુરમાં ડિસેમ્બર 2018માં ભવ્ય લગ્ન કર્યા. પ્રિયંકાના લગ્નના ફોટા વાયરલ થયા હતા. પ્રિયંકાએ પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. દેશી ડાર્લે લગ્ન પછી ધ સ્કાય ઈઝ પિંકમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર પણ જોવા મળ્યો હતો. આ પછી, અભિનેત્રી તાજેતરમાં જ વ્હાઇટ ટાઈગરમાં જોવા મળી હતી.
આ પણ વાંચો : BOTAD : હોળી-ધૂળેટી નિમિતે સાળંગપુર હનુમાનજીને વિશેષ શણગાર, ભાવિકોએ લીધો દર્શનનો લ્હાવો