નવાબ મલિકની સામે હવે સોશિયલ મીડિયા સ્ટાર હિન્દુસ્તાની ભાઉ, કહ્યું- નશાખોરો, સામેની લડાઈમાં હું મોહિત કંબોજની સાથે

હિન્દુસ્તાન ભાઉએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું છે કે મોહિત કંબોજ, તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. નશાખોરો, ગાંજાના વ્યસની લોકો સામે તમે જે આંદોલન શરૂ કર્યું છે અને તમે જે પગલાં લીધાં છે તેને મારું સંપૂર્ણ સમર્થન છે. હું તમારી સાથે છું.

નવાબ મલિકની સામે હવે સોશિયલ મીડિયા સ્ટાર હિન્દુસ્તાની ભાઉ, કહ્યું- નશાખોરો, સામેની લડાઈમાં હું મોહિત કંબોજની સાથે
હિન્દુસ્તાની ભાઉ, નવાબ મલિક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 8:28 PM

છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) દરરોજ નવા ટ્વીસ્ટ આવી રહ્યા છે. આ કેસમાં અનેક લોકોના નામ જોડાઈ રહ્યા છે. એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિક (Nawab Malik) દરરોજ નવા નવા લોકો પર નવા આરોપો લગાવતા નજરે ચડી રહ્યા છે. આ ક્રમમાં તેમણે ભાજપ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મોહિત કંબોજ ભારતીય (Mohit Kamboj Bhartiya) પર પણ નિશાન સાધ્યું છે. નવાબ મલિકે આર્યન ખાનના કેસને દબાવવા માટે શાહરૂખ ખાનની (Shahrukh Khan) મેનેજર પૂજા દદલાણી (Pooja Dadlani)  પાસેથી 25 કરોડની વસૂલાતના કેસના માસ્ટરમાઈન્ડ મોહિત કંબોજને ગણાવ્યા છે. હવે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયાનો પ્રખ્યાત ચહેરો ગણાતા હિન્દુસ્તાની ભાઉ (Hindustani Bhau) સામે આવ્યા છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

નવાબ મલિકનો વિરોધ કરતી વખતે હિન્દુસ્તાની ભાઉએ મોહિત કંબોજ (ભારતીય)ને પોતાનું સમર્થન આપ્યું છે. મોહિત કંબોજે પોતાના ટ્વિટર હેન્ડલથી હિન્દુસ્તાન ભાઉનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિન્દુસ્તાની ભાઉએ કહ્યું છે કે, મોહિત કંબોજ, તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો.  નશાખોરો, ગાંજાના વ્યસની લોકો સામે તમે જે આંદોલન શરૂ કર્યું છે અને તમે જે પગલાં લીધાં છે તેને મારું સંપૂર્ણ સમર્થન છે. હું તમારી સાથે છું.

https://twitter.com/mohitbharatiya_/status/1457378755823894530

નવાબ મલિકે મોહિત કંબોજ પર 1100 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે

નવાબ મલિકે મોહિત કંબોજ (ભારતીય) પર 1100 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. નવાબ મલિકે કહ્યું છે કે આર્યન ખાનનું અપહરણ કરીને ખંડણી વસૂલવાની સમગ્ર યોજનાના માસ્ટરમાઈન્ડ મોહિત કંબોજ હતા. જવાબમાં મોહિત કંબોજે કહ્યું કે ‘સત્ય બહાર આવી રહ્યું છે તો નવાબ મલિક ગભરાઈ ગયા છે અને ગભરાઈને પાયાવિહોણી વાતો કરી રહ્યા છે. જો તેમની પાસે મારી વિરુદ્ધ પુરાવા હોય તો સામે લાવો. ‘

કોણ છે હિન્દુસ્તાની ભાઉ?

વિકાસ જયરામ પાઠક નામનો મુંબઈકર સોશિયલ મીડિયામાં હિન્દુસ્તાની ભાઉના નામથી પ્રખ્યાત છે. યુવાનોમાં તેનો ભારે ક્રેઝ છે. તેને બિગ બોસમાં સામેલ થવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટિકટોક પર ભાઉના 6 લાખથી વધુ ફોલોઅર્સ હતા. યુ ટ્યુબ (YouTube) માં પણ ભાઉના 1 મિલિયનથી વધુ લોકો સબસ્ક્રાઇબર છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં શું છે 1 લીટર ઇંધણની કિંમત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">